એક નાનકડું શહેર ખરીદી શકાય તેટલી કિંમતનો ફોન છે નીતા અંબાણી પાસે!

August 2, 2017 at 4:44 pm


3Gના યુગમાં ફ્રીનો 4G ડાટાની લ્હાણી કરનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ દેશભરના લોકોને સૌથી સસ્તા સ્માર્ટફોન આપવાનો દાવો કર્યો છે. જીયોએ હાલમાં જ નવો જીયો ફોન લોન્ચ કર્યો છે અને આ પ્રસંગે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પણ ત્યાં જ હાજર હતા. પરંતુ આપ કદાચ એ વાતનો અંદાજો પણ નહીં લગાવી શકો કે દુનિયાને સૌથી સસ્તો સ્માર્ટફોન આપવાવાળા મુકેશ અંબાણીની પત્ની નીતા જે ફોન વાપરે છે તેની કિંમત શું હશે.

નીતા અંબાણી જે ફોનનો ઉપયોગ કરે છે તેની કિંમત 311 કરોડની માનવામાં આવી છે. નીતા અંબાણીની પાસે ફોલ્કન સુપરનોવા આઇફોન 6 પિંક ડાયમંડ ફોન છે. જેની કિંમત 48.5 મિલિયન ડોલર એટલે કે લગભગ 311 કરોડ રૂપિયા છે. આ ફોન વર્ષ 2014માં લોન્ચ થયો હતો. કંપનીએ આ ફોન ખાસ પૈસાદાર લોકો માટે જ બનાવે છે. અહીં તમને જણાવી દઉં કે 311 કરોડમાં તમે એક નાનકડું શહેર પણ ખરીદી શકો છો.

311 કરોડ રૂપિયાનો આ ફોન 24 કેરેટ પ્યોર ગોલ્ડ અને પિંક ગોલ્ડથી બન્યો છે. તેની પર પ્લેટિનિયમનું ખાસ કોટિંગ છે. જે તેને તૂટી જતા બચાવે છે. એટલું જ નહીં આ ફોનની પાછળ ગુલાબી રંગનો ડાયમંડ છે. તમને જણાવી દઇએ કે પીંક ડાયમંડને ખૂબ જ રેર અને મોંધો ડાયમંડ માનવામાં આવે છે. વળી આ ફોનની ખાસયત તે છે કે આ ફોનને હેક કરવો લગભગ અશક્ય છે.

print

Comments

comments

VOTING POLL