એક વખતે લોકસભામાં ચોધાર આંસુએ રડેલા યોગી આદિત્યનાથ હવે યુપીને હસાવશે, ચમકાવશે અને રામ મંદિર બાંધશે

March 20, 2017 at 6:20 pm


ઈંગ્લીશમાં એક કહેવત છે કે ’ઈવફક્ષલય શત ીક્ષભવફક્ષલશક્ષલ હફૂ જ્ઞર હશરય.’ પોલિટિક્સના ફિલ્ડમાં પણ આ વાકય ખરેખર લાગુ પડે છે. રાજકારણમાં સત્તાસ્થાન એક એવી મ્યુઝિકલ ચેર છે જેના પર બેસનારા હંમેશા ફરતા રહે છે અને જનતાને હંમેશા પરિવર્તન ગમતું રહ્યું છે અને આગળ પણ ગમશે. ઉત્તરપ્રદેશમાં ભાજપ્ને અભૂતપૂર્વ અને રેકર્ડબ્રેક બહમતિ સાથે જનતાએ સત્તા આપી અને ત્યારબાદ યુપીના મુખ્યમંત્રી તરીકેનો ચહેરો છેવટ સુધી છુપાયેલો રહ્યો. જીત બાદ ચાર-પાંચ દિવસ સુધી આ સસ્પેન્શ યથાવત રહ્યું, ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ યુપીના સીએમના ચહેરાને બુરખો પહેરાવીને રાખવામાં આવ્યો હતો. અંતે આ પડદો ઉઠી ગયો છે અને યોગી આદિત્યનાથને મુખ્યમંત્રીનો તાજ પહેરાવવામાં આવ્યો છે. હવે યુપીના બોસ આદિત્યનાથ પાંચ વર્ષ સુધી રાજ કરશે અને યુપીના નાથ બન્યા બાદ યોગીએ સબકા સાથ, સબકા વિકાસનું સૂત્ર આપીને વડાપ્રધાનની લાઈનમાં લાગી જવાનું મુનાસીબ માન્યું છે. જો કે તેમના ટેકેદારોના સૂત્રોચ્ચારો કોઈ બીજી જ લાઈનનો સંકેત આપે છે. એમના ટેકેદારોએ એવા સૂત્રોચ્ચાર કયર્િ કે યુપી મેં રહના હૈ તો યોગી યોગી બોલના હોગા…

યુપીના બોસ કોણ બનશે તેની ચચર્િ ઘણા લાંબા સમય સુધી રહી છે અને અટકળો, અનુમાનો થતા રહ્યા હતાં. સૌપ્રથમ પાંચ નામો ચચર્મિાં રહ્યા હતાં જેમાં મનોજ સિંહા, દિનેશ શમર્,િ યોગી આદિત્યનાથ, કે.પી. મૌર્ય અને રાજનાથસિંઘનો સમાવેશ થાય છે પરંતુ છેલ્લે છેલ્લે રાજનાથે પોતાના પગલા પાછા ખેંચી લીધા હતાં. નરેન્દ્ર મોદીની માસ્ટરી એ છે કે ખુદ દાવેદાર પાસે જ તેઓ એવું બોલાવડાવે છે કે હં રેસમાં નથી. રાજનાથસિંઘ બાદ મનોજસિંહાનું નામ પણ છેવટ સુધી ચચર્મિાં રહ્યું અને અંતે મનોજસિંહાએ ખુદ એવું ડિકલેર કર્યુ કે હં પણ રેસમાં નથી. વાસ્તવમાં વડાપ્રધાન મોદી અને ભાજપ્ના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ મનોજ સિંહાને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છતા હતા તેમ દિલ્હીના વર્તુળોમાંથી જાણવા મળ્યું છે પરંતુ સંઘનો અવાજ યોગી આદિત્યનાથ માટે પહેલેથી જ ભાજપ્ના મોવડી મંડળના કાનોમાં અથડાઈ રહ્યો હતો. અંતે સંઘની ઈચ્છાને માન આપીને અથવા તો સંઘની દરમિયાનગીરી સહન કરીને વડાપ્રધાને અને અમિત શાહે માની જવું પડયું છે તેવું પણ દેખાય છે. જનરલ્લી વડાપ્રધાન વિશે એક એવી ઈમ્પ્રેશન રહી છે કે તેઓ ઘડીકમાં કોઈનું માનતા નથી અને પોતાનું ધાર્યુ જ કરે છે પરંતુ આ કેસમાં એવું બન્યું નથી.

જો કે વડાપ્રધાને અને અમિત શાહે ઉત્તરપ્રદેશમાં જ્ઞાતિના સમીકરણોને સેટ કરીને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની ફોર્મ્યુલા અપ્નાવી છે અને એક નહીં બલ્કે બે ટોચના નેતાઓને ડેપ્યુટી સીએમ બનાવ્યા છે જેમાં કે.પી. મૌર્ય અને દિનેશ શમર્નિો સમાવેશ થાય છે. જો કે સસ્પેન્શની વાત કરીએ તો ગુજરાત જેવું જ સસ્પેન્શ યુપીના કેસમાં પણ બધાને જોવા મળ્યું છે. ગુજરાતમાં પણ આનંદીબેનના રાજીનામા બાદ મુખ્યમંત્રી કોને બનાવવા તે અંગે લાંબા સમય સુધી અટકળો ચાલી હતી અને નીતિન પટેલ લગભગ નિશ્ર્ચિત જ મનાતા હતાં અને એમના નામની જાહેરાત સાંભળવા માટે ટીવી ચેનલોની સામે બધા માઈન્ડ મેકઅપ કરીને બેઠા હતા અને ત્યાં જ વિજય પાણીના નામની જાહેરાત થઈ. આમ છેલ્લે છેલ્લે ત્રણ એકકા કાઢવામાં નરેન્દ્ર મોદી પહેલેથી જાણીતા છે પરંતુ યુપીના કેસમાં એમને પોતાની આ સ્ટાઈલ છોડવી પડી છે તે વાતની નોંધ લેનારો વર્ગ પણ મોટો છે.

ઉત્તરપ્રદેશ ચલાવવા માટે ખરેખર એક નહીં ઢગલાબંધ ચેલેન્જો સામે મોઢું ફાડીને ઉભી છે. યોગી આદિત્યનાથે ભલે સબકા સાથ, સબકા વિકાસની વાત કરી છે પરંતુ એમની ઓરિજીનલ છબી એક કટ્ટરવાદી નેતા અને તેજાબી વકતા તરીકેની રહી છે. જો કે દેશની જનતાના હૈયે એક ધરપત એ રહેશે કે યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા છે ત્યારે રામ મંદિર બાંધકામનું સપ્નું હવે ઝડપથી આકાર લેશે. આમ માનવાને અનેક કારણો રહેલા છે. ચૂંટણી ઢંઢેરામાં ભાજપે જે વચન આપ્યા હતાં તે બધા પુરા કરવાનો પડકાર છે. આમ તો બહમતિ એટલી બધી છે કે કોઈને પણ પુછવાની જર નથી માટે જો નવા શાસકો ધારે તો ઝડપી વિકાસ કરી શકે તેમ છે. ઉત્તરપ્રદેશમાં લગભગ 45 ટકા ગામડાઓમાં હજુ અંધારપટ છે. બેરોજગારીનો આંક ખુબ જ ઉંચો છે, પ્રસુતાઓના મૃત્યુનો દર ચોંકાવનારો રહ્યો છે, આરોગ્યની સેવાઓ કથળેલી રહી છે, કૃષિ વિકાસને જોઈએ તેટલું પ્રોત્સાહન મળ્યું નથી. આમ યોગી આદિત્યનાથ અને એમની ટીમ સામે ખરેખર મોટી ચેલેન્જો ઉભી છે. બહ ઓછા લોકોને યાદ હશે કે ઉત્તરપ્રદેશના નવા મુખ્યમંત્રી આદિત્યનાથ 2006માં લોકસભામાં ચોધાર આંસુએ રડયા હતાં. યુપી પોલીસની બર્બરતાનું વર્ણન કરતી વખતે તેઓ ખુબ જ ભાવુક થઈ ગયા હતાં અને એમને પાણી પીવડાવવા માટે સભ્યોએ દોડવું પડયું હતું પરંતુ હવે એમને હસવાના દિવસો આવ્યા છે અને હવે તેઓ પોતાના રાજકીય પ્રતિસ્પર્ધીઓને રડાવવાના રસ્તા પર ચાલે છે કે ઉત્તરપ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવવાના ઝનુન સાથે ચાલે છે તે જોવું રસપ્રદ બનશે. યોગી આદિત્યનાથ પાસે રાજકીય અનુભવનું ભાથું મોટું છે. 26 વર્ષની ઉંમરમાં તેઓ પ્રથમવાર સંસદસભ્ય બન્યા હતાં. મુળ તેઓ ગોરખનાથ મંદિરના મહંત હતાં પરંતુ એમની છબી હિન્દુત્વવાદી અને કટ્ટરવાદી નેતા તરીકેની રહી છે. લવ જેહાદ અને ધર્માંતરણ જેવા મુદાથી તેઓ હંમેશા ચચર્મિાં રહ્યા છે. એમનું મુળ નામ અજયસિંહ છે અને ફકત 22 વર્ષની ઉંમરમાં જ એમણે સન્યાસ લઈ લીધો હતો. તેઓ ગ્રેજયુએટ થયા છે અને પાંચ વખત સંસદસભ્ય બન્યા છે. સંઘર્ષની વાત કરીએ તો યોગી આદિત્યનાથે પેટનો ખાડો બુરવા માટે અને ઘર ચલાવવા માટે ચા પણ વેચી છે અને અખબાર વેચીને ફેરીયા તરીકેની ભુમિકા પણ ભજવી છે પરંતુ આ સંઘર્ષપૂર્ણ જીવનમાં પણ એમણે આર્ટસમાં ગ્રેજયુએટ થઈને પોતાનો અભ્યાસ ચાલુ રાખીને એક ગજબનાક ધૈર્ય અને સહિષ્ણુતાનું પ્રદર્શન કર્યુ છે. યોગી આદિત્યનાથને જાતિગત સમીકરણનો લાભ મળ્યો છે. પછાત વર્ગના ચહેરા તરીકે એમને એક પ્રમુખ જવાબદારી મળી છે. કાર્યકરોમાં એમની પહોંચ સારી છે અને આરએસએસ સાથે એમનો નિકટનો ધરોબો રહ્યો છે.

print

Comments

comments

VOTING POLL