એક હજાર ગાંધી, એક લાખ મોદી પણ સ્વચ્છ ભારતનું સપનુ સાકાર ન કરી શકે: મોદી

October 2, 2017 at 2:37 pm


સ્વચ્છતા અભિયાનના 3 વર્ષ પૂરા થવાના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમાજની ભાગીદારી સિવાય સ્વચ્છતા અભિયાન ક્યારેય સફળ ન થઈ શકે. તેમણે કહ્યું કે એક હજાર ગાંધી અને એક લાખ મોદી પણ આવી જાય તો પણ આ સપનું પૂરું ન થઈ શકે. તેમણે દેશના લોકોને આ અભિયાન સાથે જોડાવાની અપીલ કરતાં કહ્યું કે, જો એક હજાર મહાત્મા ગાંધી આવી જાય, એક લાખ નરેન્દ્ર મોદી આવી જાય, બધા જ મુખ્યમંત્રી ભેગા થઈ જાય, બધી જ સરકારો એક થઈ જાય તો પણ સ્વચ્છતાનં સપનું ક્યારેય સાકાર ન કરી શકે. પણ જો સવા સો કરોડ દેશવાસી ભેગા થાય તો જોતજોતામાં આ સપનું સાકાર થઈ શકે છે.

પીએમ મોદીએ વિરોધીઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, આમ કહ્યા પછી મારી ધોલાઈ થઈ શકે છે, પણ દેશવાસીઓ સમક્ષ આ તથ્ય મુકવું ખુબ જરુરી છે. તેમણે જણાવ્યું કે, મોદીને ગાળો આપવા માટે બીજા ઘણાં વિષય છે, પણ સમાજને જાગૃત કરતા કાર્યક્રમ પર રાજનીતિ ન થવી જોઈએ.

print

Comments

comments

VOTING POLL