એટીએમ ફરી ખાલી: ઉપાડ નોટબંધી પહેલાંના સ્તરે: લોકોની પરેશાની વધી

April 21, 2017 at 11:12 am


છેલ્લા કેટલાક સમયથી એટીએમ ખાલી હોવાની બૂમોએ ફરી જોર પકડ્યું છે. ઘણા એટીએમ પર ‘નો કેશ’નાં પાટિયા લટકે છે. ત્યારે પ્રશ્ર્ન એ થાય કે, નોટબંધીને ખાસ્સો સમય વીતી ગયો હોવા છતાં અત્યારે આવી સ્થિતિ કેમ ? વાસ્તવમાં એટીએમમાંથી ઉપાડ નોટબંધી અગાઉના સ્તરે પહોંચી ગયો છે, પણ કરન્સીનો સપ્લાય 8 નવેમ્બર અગાઉના સ્તર કરતાં લગભગ 50 ટકા છે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડેટા પ્રમાણે માર્ચ મહિનામાં એટીએમમાંથી ઉપાડ ા.1 લાખ કરોડના આંકડાને વટાવી ગયો હતો. જે ગયા વર્ષના ઓકટોબર મહિનાના સ્તરે હતો. માર્ચનો આંકડો ડિસેમ્બરની તુલનામાં બમણી અથવા લગભગ ા.50,000 કરોડ વધારે છે. હિટાચી પેમેન્ટ સર્વિસિસના એમડી લોની એન્ટનીએ જણાવ્યું હતું કે ‘એટીએમ ઉપાડની મયર્દિા દૂર થયા પછી અમને જણાયું હતું કે દરેક ટ્રાન્ઝેકશનની રકમ સરેરાશ ા.4,000 થઈ હતી. જે નોટબંધી પહેલાના ગાળા જેટલી છે. નવેમ્બરથી ફેબ્રુઆરીના ગાળામાં આ આંકડો સરેરાશ ટ્રાન્ઝેકશનનો આંકડો ા.2,000 હતો. તેમટે વધુમાં જણાવ્યું હતું કે ‘માગમાં વૃદ્ધિ છતાં અમને બેન્કો પાસે કરેલી માગણીનો માત્ર 50 ટકા હિસ્સો જ મળી રહ્યો છે અને એટલે મશીનો ખાલી છે.’

print

Comments

comments

VOTING POLL