એનઆરઆઈને આઈટી રિટર્ન ભરવા માટે આધારની જરૂરિયાત નહીં

May 19, 2017 at 10:37 am


પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) માટે અરજી કરતી વખતે અને આવકવેરા રિટર્ન ફાઈલ કરતી વખતે આધાર નંબર ફરજિયાત આપવાની જોગવાઈને સરકારે હળવી બનાવી છે અને તેના કારણે લાખો નોન–રેસિડન્ટ ઈન્ડિયન (એનઆરઆઈ)ને રાહત મળશે.
સરકારે કેટલાક ખાસ કિસ્સામાં આધાર નંબરને ફરજિયાત નહીં રાખવાનો નિર્ણય કર્યેા છે તેના કારણે વિદેશમાં વસતા ભારતીયોની ચિંતા ટળી છે.
આવકવેરા વિભાગે જાહેર કયુ છે કે બિનનિવાસી ભારતિયો, ભારતના નાગરિક ન હોય તેવા લોકો, ૮૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા નાગરિકો અને આસામ, જમ્મુ–કાશ્મીર તથા મેઘાલયમાં વસતા લોકોએ પાનકાર્ડ મેળવવા માટે કે આવકવેરા રિર્ટન ભરવા માટે આધાર નંબર આપવો ફરજિયાત નથી.
ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેકસ કન્સલ્ટન્ટસના ભૂતપૂર્વ સેક્રેટરી સીએ જૈનિક વકિલે જણાવ્યું હતું કે ‘એનઆરઆઈ માટે આ સુધારો ખૂબ જ રાહતરૂપ બની રહેશે. અગાઉ ફાઈનાન્સ એકટ–૨૦૧૭ દ્રારા ટેકસ રિટર્ન માટે આધારકાર્ડ ફરજિયાત બનાવી દેવામાં આવતા એનઆરઆઈ કોમ્યુનિટી ચિંતિત બની હતી અને વિદેશથી અનેક ગુજરાતીઓ એ બાબતે પુચ્છા કરતા હતા કે તેમની પાસે આધારકાર્ડ નથી તો તેઓ કઈ રીતે રિટર્ન ફાઈલ કરી શકશે.
સરકારે જણાવ્યું હતું કે જે બિનનિવાસી ભારતિયોએ ૧ જુલાઈ ૨૦૧૭ અગાઉના એક વર્ષમાં કુલ ૧૮૨ દિવસ ભારતમાં વિતાવ્યા હશે તેમણે રિટર્ન ફાઈલ કરવા માટે આધારકાર્ડ ફરજિયાત આપવાનું રહેશે. જોકે, હવે આવકવેરા વિભાગે આ જોગવાઈઓ હળવી બનાવીને એનઆરઆઈને મોટી રાહત આપી છે. ૮૦ વર્ષથી વધુ વયના લોકો માટે પણ આવકવેરા રિર્ટન ભરવા માટે આધારકાર્ડ ફરજિયાત રાખવામાં નથી આવ્યું તે આવકાર્ય પગલું છે. ફાઈનાન્સ એકટ–૨૦૧૭નો અમલ ૧ જુલાઈથી થશે અને સરકારે જણાવ્યું હતું કે તેમાં રાહતો આપવામાં આવશે અને આ નવી માર્ગદર્શિકા તે દિશાનું જ પગલું છે.
અહેવાલો મુજબ, આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં લગભગ ૧.૧૮ કરોડ આધારનંબર તેના પાન–ડેટાબેઝ સાથે જોડી દીધા છે. તાજેતરમાં જ આવકવેરા વિભાગે નામમાં ફેરફાર હોય તેવા કિસ્સામાં પણ આધાર અને પાનકાર્ડ લિન્ક કરવાની સુવિધા પણ ચાલુ કરી હતી

print

Comments

comments

VOTING POLL