એનએસઇના ચેરમેન અશોક ચાવલાનું રાજીનામું

January 12, 2019 at 10:36 am


દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેંજ નેશનલ સ્ટોક એક્સચેંજના ચેરમેન પદ પરથી અશોક ચાવલાએ રાજીનામું આપી દીધું છે. તેમનો કાર્યકાળ 27 માર્ચ 2019ના રોજ પૂર્ણ થઇ રહ્યાે હતો. અશોક ચાવલાને વર્ષ 2016માં નેશનલ સ્ટોક એન્સચેંજના ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ તેઆેએ પ્રાઇવેટ સેક્ટર બેંક યસ બેંકના ગેર કાર્યકારી ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ સિવાય એવિએશન કંપની જેટ એરવેઝના બોર્ડમાં પણ અશોક ચાવલા સામેલ હતા.
અશોક ચાવલા ગુજરાત કેડરના આઇએએસ છે, તેઆે એનએસઇના ચેરમેન બન્યા પહેલા ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના પ્રમુખ રહી ચૂક્યા છે, તેઆે નાણા સચિવ અને નાગર વિમાનન સચિવ સહિત અન્ય પદો પર કામગીરી નિભાવી ચૂક્યા છે.
13 મે 2009થી 31 જાન્યુઆરી 2011 સુધી સરકારી બેંક એસબીઆઇના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે, તેઆે એલઆઇસીના ડાયરેક્ટર પદ પર પણ રહી ચૂક્યા છે.

print

Comments

comments

VOTING POLL