એનડીએમાંથી વધુ એક વિકેટ પડશેઃ આજે રાલોસપા કરશે અલવિદા

December 6, 2018 at 10:45 am


એનડીએના મુખ્ય ઘટક દળ પૈકીના એક એવા રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી આજથી એનડીએમાંથી અલગ થવા જઈ રહી છે. પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા આ વાતની જાહેરાત આજે મોતીહારીથી કરશે. એવું મનાય રહ્યું છે કે એનડીએમાંથી અલગ થયા બાદ રાલોસપા મહાગઠબંધનમાં સામેલ થઈ જશે. આ અંગેના સંકેત પક્ષના મહાસચિવ અને પ્રવક્તા માધવ આનંદે આપ્યા હતા.

માધવ આનંદે કહ્યું કે એનડીએમાં રહેવા માટે અનુકુળ સ્થિતિ નથી તેના કારણે પક્ષે આ નિર્ણય લેવો પડયો છે. તેમણે ત્રીજા મોરચાની સંભાવનાઆેને ફગાવતાં કહ્યું કે કેન્દ્રના સત્તા સંઘર્ષમાં બે જ વિકલ્પ છે જેમાં કાં તો એનડીએ અથવા તો યુપીએ.
રાલોસપાના મહાસચિવે જણાવ્યું કે વાલ્મીકિનગરમાં મળેલી બે દિવસની ચિંતન શિબિરમાં પક્ષ પદાધિકારીઆે અને કાર્યકતાર્આેએ અંતિમ નિર્ણય લેવાનો અધિકાર રાષ્ટ્રીય અધ્યક્ષને સાેંપ્યો છે. તેમાં રાષ્ટ્રીય પદાધિકારી, પ્રદેશ પદાધિકારી અને જિલ્લા સ્તરના પદાધિકારી પણ નિર્ણય પ્રક્રિયામાં સામેલ રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL