એનસીપી ગુજરાતમાં સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા માટે તૈયાર

March 20, 2017 at 11:59 am


અમદાવાદ શહેરમાં એનસીપીના વડા શરદ પવારના હસ્તે પાટીૅની નવી રાજ્ય આેફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે શરદ પવારે સંબાેધન કરતા ગુજરાત સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાતમાં એનસીપી કાેંગ્રેસ સાથેના ગઠબંધનથી બહાર નિકળીને હવે સ્વતંત્રરીતે ચૂંટણી લડવા જઈ રહી છે. ઉદ્ધઘાટન સાથે યોજાયેલા કાર્યકતાૅ સંમેલનમાં બાેલતા શરદ પવારે કહ્યું હતું કે, ગુજરાતનું માથાદીઠ દેવું વધી રહ્યું છે, પગાર માટે પણ ધાર્મિક સંસ્થાઆેનાે સહારો લેવા પડે છતાં ગુજરાત નં.1 જ છે તેવો પ્રચાર કરાય છે.

એસજી હાઈવે પર હાઈકોર્ટની સામે આવેલા શપથ હેક્સા કોમ્પેલક્સ ખાતે આવેલા પ્રદેશ કાર્યાલયના ઉદ્ધઘાટન પ્રસંગે પૂર્વ કેન્દ્રીય કેબીનેટ મંત્રી અને એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલ, જયંત બાેસ્કી, કાંધલ જાડેજા સહિતના સ્થાનિક નેતાઆે ઉપસ્થિત રહ્યા છે. પ્રફુલ પટેલ કાર્યકરોને સંબાેધન કરતાં કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીઆેને અપમાનજનક રીતે બદલવા છતાં રાજયના વહીવટમાં અને પ્રજાના પ્રશ્નોમાં હાલ પણ સંપૂર્ણ બેદરકારી દાખવવામાં આવી રહી છે. કાર્યકતાૅ સંમેલનમાં એનસીપીના નેતાઆેનાે સુર વ્યક્ત કયોૅ હતાે કે, ગુજરાતમાં વતૅમાન સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર, કાયદો વ્યવસ્થા, શિક્ષણમાં વેપારીકરણ મેડિકલમાં માફિયાગીરી, મહિલાઆેનું શોષણ, બેરોજગારી, ખેડુતાે પાયમાલ થવા સહિતના પ્રશ્નો છે ત્યારે હવે એનસીપી દ્વારા 33 જિલ્લામાં પ્રજાનાે વિશ્વાસ જીતવા કાર્યરત થશે.

ગુજરાતમાં પાટીૅની સ્થિતિને મજબૂત કરવા માટે એનસીપી છેલ્લા ઘણા સમયથી સક્રિય થઇ ગઇ છે. એનસીપીના કાર્યકરો માની રહ્યા છે કે, ગુજરાત સરકાર લોકો સમક્ષ જુદા જુદા મુદ્દાઆેને લઇને ફ્લાેપ રહી છે. બેરોજગારી અને ખેડૂતાેનાે પ્રન યથાવત રહ્યો છે.

print

Comments

comments

VOTING POLL