એન્ટીવાયરસ સોફટવેર

May 19, 2017 at 7:41 pm


નાના હતાં ત્યારે બાલમંદિરમાં અથવા પહેલા-બીજા ધોરણ (અત્યારના એલ.કે.જી. અને એચ.કે.જી.)માં ટીચર ઘણી સારી સારી બાળવાતર્ઓિ સંભળાવતા હતાં. એમાંની એક ‘ટાઢું ટબુકલું’ હજુ માનસપટ ઉપર જીવંત છે. એક ડોશી વારંવાર એવું બોલ્યા કરતી કે ‘હં સિંહથી ન ડં, વાઘથી ન ડં પરંતુ આ એક ટાઢા ટબુકલાથી ડં.’ અત્યારે આ વાતર્િ એટલે યાદ આવી કે વિશ્ર્વના મોટા મોટા ટેકનોસેવીઓ અત્યારે વાઈરસના આક્રમમણ સામે ‘બિચારા’ અને ‘ગભં’ બની ગયા છે. અત્યારે 21મી સદી ચાલી રહી છે પરંતુ ટેકનોલોજીની દ્રષ્ટિએ ઘણા દેશો 22મી સદીમાં પહોંચી ગયા હોય તેવું અનુભવાઈ રહ્યું છે. કોમ્પ્યુટરમાં ગમે તેવા એન્ટીવાઈરસ નાખ્યા હોય પરંતુ રેન્સમવેર વાયરસ નામે ‘વન્નાક્રાઈ’ ઘુસણખોરી કરવામાં સફળ થયો છે અને તેને કારણે વિશ્ર્વના 100થી 150 દેશના લાખો લોકો માથું ખંજવાળી રહ્યા છે, અલબત્ત ટાલ ખંજવાળી રહ્યા છે. આપણે ત્યાં કાઠીયાવાડમાં કામ સફળ થાય તે માટે હનુમાનજીને તેલ અને મહાદેવને દૂધ ચડાવવાનો રિવાજ છે.

ઘણા લોકો પોતાના ધંધાને કોઈની નજર ન લાગે તે માટે કાયમ લીંબુ-મરચા ટીંગાડી રાખે છે. આવી જ રીતે કોમ્પ્યુટરમાં એન્ટીવાયરસ સોફટવેર નાખવામાં આવે છે પરંતુ આ વન્નાક્રાઈ વાયરસ મરદમુછાળો સાબિત થયો છે અને ભલભલાની મુછો નીચી કરી નાખી છે. વિશ્વના સંખ્યાબંધ લોકો આ ખંડણીખોર વાયરસના આતંકનો ભોગ બન્યા છે અને કેટલાક નિષ્ણાતો એવી આગાહી કરી રહ્યા છે કે હજુ આ વન્નાક્રાઈ વાયરસનો મોટોભાઈ પણ ગમે ત્યારે ત્રાટકવાનો છે. અત્યારે જે વાયરસ આવ્યો છે તે કોમ્પ્યુટર સિસ્ટમ પર ત્રાટકે છે અને તેના ફોલ્ડરને બ્લોક કરી દે છે. જો તમારે આ ફોલ્ડરને અનલોક કરવા હોય તો બીટકોઈનની વર્ચ્યુઅલ કરન્સીમાં ખંડણી માગે છે. આમ તો અસંખ્ય દેશો આ ખંડણીખોરનો ભોગ બન્યા છે પરંતુ ભારતમાં તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. ભારતમાં તો એટીએમ સહિતની કેટલીક બેન્કીંગ સિસ્ટમ પણ વિન્ડોઝના આઉટડેટેડ એકસપી વર્ઝન ઉપર ચાલે છે અને આ તમામ ઉપર વાયરસનો ખતરો લટકતો રહે છે. માઈક્રોસોફટે વિન્ડોઝ એકસપીને સિકયોરીટી સપોર્ટ આપવાનું ઘણા સમયથી બંધ કરી દીધું છે અને તેથી આવું જોખમ ઉભેલું છે. સીધી સાદી ભાષામાં કહીએ તો ઘરના બારી દરવાજા ખુલ્લા હોય અને મચ્છરો તથા જીવાત ઘરમાં ઘુસીને ત્રાસ મચાવે તેવું જ આ વાયરસનું છે. આઉટડેટેડ ઓપરેટીંગ સિસ્ટમના ઉપયોગને કારણે તેમજ જેન્યુઈન એન્ટીવાયરસ સોફટવેરના અભાવે કોમ્પ્યુટરમાં આ વાયરસ ઘુસી જાય છે. દુનિયામાં ટેકનોલોજી દિવસે ને દિવસે અપડેટ થતી જાય છે અને તેને પગલે પગલે આવો વાયરસ પણ વિશ્ર્વમાં ઝડપભેર ફેલાઈ જાય છે. આપણે વડાપ્રધાનનું સપ્નું પું કરવા માટે ડિઝીટલાઈઝેશન પાછળ દોટ તો મુકી છે પરંતુ આઈટી સિકયુરીટીના નામે આપણે હજુ કકકો પણ શીખ્યા નથી. ખરેખર તો મોટી મોટી વાતો કરનારા નેતાઓના મગજ હેક કરી નાખવા જોઈએ અને તેમાં જે ભુસું ભરેલું છે તે એક ઝાટકે બહાર કાઢી નાખવું જોઈએ. આપણે મંગળ ઉપર પહોંચી ગયા હોવાનો દાવો તો કરીએ છીએ પરંતુ આવું ‘ટાઢું ટબુકલું’ આવે ત્યારે આપણે કોમ્પ્યુટર બંધ કરીને બેસી જઈએ છીએ. આ કલ્પ્ના પણ સાલી મજા કરાવે તેવી છે. જો કોઈ નેતાનું મગજ હેક કરવામાં આવે અને તેનો ડેટા ચોરીને તપાસવામાં આવે તો બહારથી દેખાતી દેશભક્તિ અંદરથી ખોખલી નીકળે તેમાં બેમત નથી. જયારથી આ રેન્સમ વાયરસ ત્રાટકયો છે ત્યારથી 10મું નાપાસ થયા હોય તેવા લોકો પણ મોટા મોટા આઈટી નિષ્ણાતની જેમ સલાહો દેવા લાગ્યા છે. સોશ્યલ મિડિયાને ‘ગામનો ચોરો’ માનતા આવા ભણેશરીઓ વગર માગ્યે સલાહની રીતસર ઊલટી કરતા હોય છે. હમણાં પોતાને બિલગેટસની સમકક્ષ ગણતાં એક ‘સલાહકારે’ લોકોને જે સલાહ આપી છે અને આરટીઆઈ વગર જે માહિતી આપી છે તે અહીં લખ્યા વગર રહી શકાતું નથી. આ ભાઈએ કહ્યું છે કે રેન્સમ વાયરસની કોઈ એક પેટર્ન નથી તે અલગ અલગ સર્વરથી અને અલગ અલગ લીંકથી તમારી સિસ્ટમ કે સર્વરમાં ડીવાઈસ ઉપર હાવી થઈ શકે છે. લોકો પાસે જીયોની મફત સ્કીમ, વોટસએપ નવા કલરમાં, ઓફલાઈન વોટસએપ, સરકારી યોજનાઓ બાબતે જાણો, કેજરીવાલના કૌભાંડો અહીં છે,

ઐશ્ર્વયર્રિાયે સલમાનખાનને ઝાપટ મારી, રાહલ ગાંધી છોટા ભીમ જોતા પકડાયા, સની લીયોનીની હોટેસ્ટ કલીપ, પ્રિયંકા ચોપડાની હાઈપ્રોફાઈલ સેકસ રેકેટમાં ધરપકડ, દિલ્હીમાં કરાનો વરસાદ, આપ્ના મંત્રીની સેકસટેપ, જીએસટીના અમલ બાબતે નિષ્ણાત સીએ દ્વારા તૈયાર થયેલું પ્રેઝન્ટેશન, યોગી આદિત્યનાથે લીધેલું નવું પગલું, વિન્ડોઝનું નવું વર્ઝન ઈન્સ્ટોલ કરો માત્ર એક કલીકથી, આઈફોન સેવન માત્ર ા.15000માં, ઓપ્પો ફોનની એમેઝોન ઓફર, એમેઝોનમાં અત્યારે નોંધણી કરાવો અને 2000 સુધીની ચીજવસ્તુ મફત મેળવો જેવી અનેક બાબતો લીંક સાથે આવે છે જે કલીક કરવાથી તમારા કોમ્પ્યુટર સિસ્ટમમાં રેન્સમ વાયરસને એન્ટર કરી ઈન્સ્ટોલ કરી નાખે છે. આ મહાશય આગળ વધીને એવું પણ કહે છે કે આ વાયરસ જેપીજી, જીઆઈએફ, એકસએલએસ અને વર્ડ જેવા અનેક ફોર્મેટમાં લીંકઅપ થઈ તમારી સિસ્ટમમાં આવી શકે છે. આ વાયરસ તમારી સિસ્ટમના અનેક ફોલ્ડર જે તમે રોજ યુઝ કરતા હો તે શોધે છે. ફ્રીકવન્ટલી યુઝડ ફાઈલ અને મોડીફાઈડ ફાઈલ ચેક કરે છે અને અંતે ફાઈલનું ફોર્મેટ ફેરવી નાખે છે. આ પછી જો તમે ફાઈલ ઓપ્ન કરવા જાવ તો તે ઓપ્ન કરી શકતા નથી. આવું ન થાય તે માટે આ મહાશયે કેટલાક પગલા પણ સુચવ્યા છે જેમાં પેનડ્રાઈવનો ઉપયોગ ટાળવો, અજાણ્યા લોકોના ઈમેઈલ ચેક ન કરવા, જાણીતી વ્યક્તિ દ્વારા આવેલા નવીન પ્રકારના ઈમેઈલને અવગણવો, નવી વેબસાઈટ સર્ફ કરવાનું ટાળવું, રોજેરોજનું બેકઅપ લેવું, ઓનલાઈન બેકઅપ ઉપર ભરોસો ન રાખવો, અગત્યના ડેટા સાચવતી સિસ્ટમ નેટકનેકશન રાખવું જરી ન હોય તો ન રાખો, લોભામણી વોટસએપ પોસ્ટ વિચાયર્િ વગર કલીક ન કરો, રેન્સમ વાયરસ તો તમારા કોમ્પ્યુટરમાં આવે તો કોમ્પ્યુટર તુરંત બીજી સિસ્ટમથી અલગ કરી નાખો, વિશ્ર્વાસપાત્ર વાયરસ સોફટવેર રાખો અને તે હંમેશા ઓન રાખો. ઘણા લોકોએ તો આ રેન્સમ વાયરસને મજાકનું પાત્ર પણ બનાવી દીધો છે અને એકબીજાને કહેવા લાગ્યા છે કે આકાશ નીચે અને ધરતી ઉપર થઈ જાય તો પણ જેમણે લોન લીધી હોય તેઓ એવી આશા ન રાખે કે આ રેન્સમ વાયરસને કારણે બેન્કમાંથી તમામ ડેટા ઉડી જશે અને હપ્તા પણ નહીં ભરવા પડે !!

print

Comments

comments

VOTING POLL