એન્ટી રોમિયો ટીમ ટૂંકમાં જ રચાશે : મૌર્યની ખાતરી

March 20, 2017 at 8:00 pm


ઉત્તરપ્રદેશમાં યોગી સરકારમાં મંત્રી મંડળમાં વિભાગાેની ફાળવણી હજુ કરવામાં આવી નથી પરંતુ 100 દિવસના એજન્ડા પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આમાં એવા તમામ મુદ્દાઆેને સામેલ કરવામાં આવી રહ્યાા છે જે ભાજપના ઘોષણાપત્રમાં સામેલ રહ્યાા હતા. સાથે સાથે એન્ટી રોમીયો ટુકડી બનાવવાના વચનને પણ પાળવામાં આવનાર છે. ટીવી ચેનલ સાથેની વાતચીતમાં ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ આજે વિગત આપતા કહ્યું હતું કે સરકાર 100 દિવસના એજન્ડા પર કામ કરી રહી છે. તેમણે એમ કહ્યું હતું કે આ એજન્ડા હેઠળ ખેડૂતાેની લોન માફી, કતલખાના, શેરડી ખેડૂતાેની તકલીફ, મહિલા સુરક્ષા જેવા મુખ્ય મુદ્દા રહેશે. મૌર્યનું કહેવું છે કે પ્રદેશમાં ખેડૂતાેની સમસ્યા અને મહિલા સુરક્ષાની બાબત સાૈથી મહત્વપૂર્ણ છે. જેથી સાૈથી પહેલા આ વિષય પર કામ શરૂ કરવામાં આવનાર છે. નાયબ મુખ્યમંત્રીનું કહેવું છે કે સરકાર વિકાસ માટે નિર્ણય લેવામાં વિલંબ કરશે નહીં. ભાજપે પાેતાના ઘોષણાપત્રમાં પ્રદેશમાં મહિલાઆેની સુરક્ષા માટે એન્ટી રોમીયો ટુકડી બનાવવાનું વચન આÃયું હતું. જેને લઈને અનેક પ્રશ્નો ઉપસ્થિત રહ્યાા છે. આને લઈને મૌર્યએ સ્પષ્ટતા કરી હતી કે આને ધર્મ કે જાતિ સાથે કોઈ લેવા દેવા નથી.

જો કેટલાક લોકો આ પ્રકારની વિચારણા કરી રહ્યાા છે તાે તેમની ગણતરી ખોટી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે શપથ ગ્રહણના દિવસે અલ્હાબાદમાં બહુજન સમાજ પાટીૅના નેતાની હત્યા ખૂબ જ દુઃખદ બાબત છે. અપરાધીઆે સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. પાેલીસ અધિકારીઆેને ચેતવણી આપતા તેમણે કહ્યું હતું કે લાપરવાહી કરનાર અધિકારીઆેને ચલાવી લેવામાં આવશે નહીં. મૌર્યએ એમ પણ કહ્યું હતું કે હૃદયનારાયણ દિક્ષિત યુપી વિધાનસભા અધ્યક્ષ તરીકે રહેશે. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં વિધાનસભાનું સત્ર બાેલાવવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL