એપલે iPhone8, 8Plus, X લોંચ કર્યા

September 13, 2017 at 11:20 am


મંગળવારે રાત્રે કેલિફોર્નિયાના કૂપર્ટીનોમાં એપલ હેડક્વાર્ટરમાં થયેલી એપલની મેગા ઇવેન્ટમાં નવા આઇફોન 8 અને 8Plus અને સ્પેશ્યલ એનિવર્સરી એડિશન iPhoneX લૉન્ચ કરવામાં આવ્યા. 699 ડૉલર એટલે લગભગ 45 હજાર રૂપિયાની બેઝ પ્રાઇસથી શરૂ થવા વાળા આ અત્યાર સુધીના સૌથી એડવાન્સ ફિચર વાળો સ્માર્ટફોન છે. યૂઝરના ચહેરાથી અનલૉક થવા વાળો iPhoneXની કિંમત 999 ડૉલરથી શરૂ થશે. આની સાથે જ થર્ડ સીરીઝની નવી એપલ વૉચ અને એપલ 4K ટીવી પણ લૉન્ચ થઇ છે. સીઇઓ ટિમ કૂકે ટ્વીટ કરી આ આ ઇવેન્ટમે એપલ માટે બિગ-ડે ગણાવ્યો. ફાઉન્ડર સ્ટીવ જૉબ્સના સપનાને પુરા કરતાં એપલ પોતાના સ્પેસશિપ કેમ્પસના થિએટરમાં પહેલીવાર આ ઇવેન્ટને કરી. આઇફોનની 10th એનિવર્સરી પર આ પહેલો પ્રસંગ છે જ્યારે એકસાથે ત્રણ iPhone લૉન્ચ થયા છે. આ ઇવેન્ટ પર Divyabhaskar.com ના રિડર્સ માટે એપલના પ્રૉડક્ટ મેનેજર સિદ્વાર્થ રાજહંસ કેલિફોર્નિયાથી એક્સક્લૂસિવ ઇનપુટ્સ આપી રહ્યાં છે.
એપલની મેગા ઇવેન્ટની 10 મોટી વાતો જણાવી રહ્યાં છે સિદ્ધાર્થ રાજહંસ…
#1. એપલની એકસાથે પાંચ પ્રૉડક્ટ લૉન્ચ કરીને ટેક વર્લ્ડને ફરી એકવાર ચોંકાવી દીધું અને ત્રણ નવા આઇફોન્સનું એકસાથે લૉન્ચિંગ કરી જુના બધા ટ્રેન્ડ્સ બદલી નાંખ્યા. આ વખતે જુના વેરિએન્ટને અપગ્રેડ કરવાને બદલે સીધો iPhone X ને લૉન્ચ કર્યો જે દુનિયાનો સૌથી એડવાન્સ સ્માર્ટફોન છે.
#2. સીઇઓ ટિમ કૂક અને તેમની ટીમે બહુજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓગમેન્ટેડ રિયાલિટી, કેમેરા, વીડિયો અને સિક્યૂરિટી ફિચર્સ પર ફોકસ કર્યો છે, જે એપલની પ્રૉડક્ટને સૌથી સ્પેશ્યલ બનાવે છે. મંગળવારે લૉન્ચ થયેલી પાંચેય પ્રૉડક્ટ્સમાં યૂઝર્સને આશાથી વધુ આપવાની કોશિશ કરવામાં આવી છે.
#3. એપલના કૉ-ફાઉન્ડર સ્ટીવ જૉબ્સના સપનાને નવી ઉંચાઇ આપતા એવી ટેકનોલૉજીનું બંડલિંગ કરવામાં આવ્યુ છે જેના માટે યૂઝર્સ વધારે કિંમત ચૂકવવા પણ તૈયાર થશે. આ વખતે એપલની બધી પ્રૉડક્ટ્સ પોતાનો જુના વેરિએન્ટ કરતાં મોંઘી છે અને આ માટે વેટિંગ પીરિયર પણ વધારે છે.
#4. iPhone X ના ફેસ આઇડી રિકગ્નિશન એટલે યૂઝરના ચહેરાને પાસવર્ડ બનાવીને અનલૉક કરવા પાછળ એપલે પોતાની બધી તાકાત લગાવી દીધી છે. દાવો છે કે iPhone X ના યૂઝરના ફોનને વિના તેની પરમીશનથી દસ લાખ લોકોમાં પણ કદાચ જ કોઇ ખોલી શકે.
#5. દુનિયાની સૌથી પસંદગીની વસ્તું બનેલી એપલ વૉચને 4 કરોડ ગીતોના લાઇવ સ્ટ્રીમિંગ સુધીની પહોંચ, LTE સેલ્યૂલર નેટવર્ક સપોર્ટ, પુરેપુરી વૉટરપ્રૂફ-સ્વીમ પ્રૂફ સપોર્ટ મળ્યો છે. આને ફિટનેસની ફિકરની સાથે કેટલાક એવા ઇનોવેટ કરવામાં આવ્યા છે કે વૉચ પહેરવાનો એક્સપીરિયન્સ જ બદલાઇ જશે.
#6. એપલે TV જોવાના એક્સપીરિયન્સને પણ 4K HDR ની સાથે સુપર રિચ બનાવવાની કોશિશ કરી છે. જુના યૂઝર્સની એપલ TV પણ ઓટો અપગ્રેડ થઇ શકશે અને સાથે તેને દુનિયાની બેસ્ટ ક્વૉલિટી મૂવીઝ અને બાકી પ્રૉગ્રામ્સ HD ની પ્રાઇઝમાં મળશે. આ માટે Netflicks અને અમેઝોનને કન્ટેન્ટ પાર્ટનર બનાવવાનું એક મોટુ પગલું છે.
#7. ઇમોજી હવે એનિમોજી બની ગઇ છે, એટલે બેજાન આઇકૉન્સમાં જીવ આવી જશે. યૂઝર પોતાના અવાજમાં તેને રેકોર્ડ કરી શકશે અને જેને મોકલશો તે તમારો અવાજ સાંભલી શકશે. કંઇક એવું થશે કે તમે હસશો તો તમારી બનાવેલી એનિમોજી પણ હસશે અને તમે રડશો તો એનિમોજી પણ એવા જ ફેશિયલ રિસ્પૉન્સ આપશે.
આવી હશે નવી પ્રૉડક્ટ્સની અમેરિકામાં કિંમત, પ્રી-ઓર્ડર અને વેચાણ
iPhone X
કિંમતઃ 999 અમેરિકન ડૉલર (લગભગ 64,000 રૂપિયા)
પ્રી-ઓર્ડરઃ 27 ઓક્ટોબરથી
સેલઃ 3 નવેમ્બરથી
આઇફોન 8 (64GB)
કિંમતઃ 699 ડૉલર (લગભગ 45 હજાર રૂપિયાથી શરૂ)
પ્રી-ઓર્ડરઃ 15 સપ્ટેમ્બરથી
સેલઃ 22 સપ્ટેમ્બરથી
આઇફોન 8 પ્લસ (64GB)
કિંમતઃ 799 ડૉલર (52 હજાર રૂપિયાથી શરૂ)
પ્રી-ઓર્ડરઃ 15 સપ્ટેમ્બરથી
સેલઃ 22 સપ્ટેમ્બરથી
એપલ ટીવી 4K (32GB)
કિંમતઃ 179 ડૉલર (11462 રૂપિયાથી શરૂ)
પ્રી-ઓર્ડરઃ 15 સપ્ટેમ્બરથી
સેલઃ 22 સપ્ટેમ્બરથી
એપલ વૉચ સીરીઝ 3
કિંમતઃ 329 ડૉલર (લગભગ 21,062 રૂપિયાથી શરૂ)
પ્રી-ઓર્ડરઃ 15 સપ્ટેમ્બરથી
સેલઃ 19 સપ્ટેમ્બરથી

print

Comments

comments

VOTING POLL