એપીએમ ટમિર્નલ્સ પિપાવાવ દ્વારા કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ માટેની ટ્રેડ મીટ યોજાઇ

July 25, 2018 at 12:04 pm


એપીએમ ટમિર્નલ્સ પિપાવાવે તાજેતરમાં દિવ પોર્ટ ખાતે કસ્ટમ હાઉસ એજન્ટ્સ માટે ટ્રેડ મીટનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ એસોસિએશન, પિપાવાવ કસ્ટમ્સ બ્રાેકર્સ એસોસિએશન, અમદાવાદ સ્ટીમશીપ એજન્ટ્સ એસોસિએએશન, શિપિંગ લાઇન્સ, આેપરેટર્સ, ગ્લોબલ ફ્રેઇટ ફોરવર્ડર્સ અને ટ્રાન્સપોટ્ર્સ વગેરેએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનો હેતુ બિઝનેસ નેટવર્ગિંને પ્રાેત્સાહન આપવાનો અને વેપારને પ્રાેત્સાહન આપવાના પગલાં પર ચર્ચા અને મંત્રણા કરવા મહત્વના હિસ્સેદારોને સમાન પંચ પર લાવવાનો છે તેણે પોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને કાર્ગો હેન્ડલિંગ ક્ષમતાને પ્રદશિર્ત કરી હતી. એપીએમ ટમિર્નલ્સ પિપાવાવ પાર્ટનર્સ અને હિસ્સેદારો માટે બિઝનેસ વાતાવરણને સહયોગ આપવા માટે પૂરતાં પગલાં લેવામાં સqક્રય છે. આ પોર્ટે ઝંઝટમુક્ત ફ્રી કન્ટેનર ગેટ માટે ઇ-ફોર્મ 13નો અમલ કર્યો છે, જેની સાનુકુળ અસર કાર્ગો ટર્નએરાઉન્ડ ટાઇમ પર પડશે. દરેક આયાતકાર-નિકાસકાર માટે જરૂરી ફોર્મ 13નાં આેનલાઇન વર્ઝન (ટમિર્નલ્સ દ્વારા જારી કરાતી ગેટ-ઇન પરમિટ્સ જે ઇ ફોર્મ-13 તરીકે જાણીતી છે)ને કારણે 30 લાખ કિલોમીટર રોડ ટ્રીપ અને તેની સાથે સંકળાયેલ કાર્બન પ્રદૂષણની બચત થઇ છે.કાર્યક્રમ દરમિયાન એપીએમ ટમિર્નલ્સ પિપાવાવના મેનેજમેન્ટે વેપારીઆેને પોર્ટ પરની તાજેતરની ઘટનાઆે અંગે માહિતગાર કર્ચા હતા અને પુનરોચ્ચાર કર્યો હતો કે તેમણે ન્યુઝલેટર અને શિપિંગ લાઇન ફોકસ્ડ પર્ફોમન્સ રિપોટ્ર્સ શરૂ કર્યા છે. રીફર સિઝન માટે કંપનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પોર્ટ ટૂંક સમયમાં કસ્ટમ્સ તપાસ માટે ટેમ્પરેચર કન્ટ્રાેલ્ડ એન્ક્લોઝર કાર્યાિન્વત કરશે અને રીફર કાર્ગો માટે રોડ દ્વારા ડેડિકેટેડ એક્સપ્રેસ ગેટ શરૂ કરશે.

print

Comments

comments

VOTING POLL