એપ્રિલમાં બાહુબલીની ડબલ ધમાલ: નવા સાથે ફરી રિલીઝ થશે જૂનું વર્ઝન

March 20, 2017 at 3:31 pm


બાહુબલી 2 ના ટ્રેલરને એટલું પસંદ કરવામાં આવી રહ્યું છે કે યુટ્યુબ પર તેણે વ્યૂઝના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. તો સાથે જ ઇન્ડસ્ટ્રીને ‘બાહુબલી-2’ થી પણ જબરદસ્ત કમાણીની આશા છે.

પરંતુ ‘બાહુબલી’ થિયેટરમાં આવી તેણે લગભગ બે વર્ષ થઇ ચુક્યા છે. એવામાં શું સિરીઝની પેહલી ફિલ્મની વાર્તા તમને યાદ છે? જો પુરી યાદ નથી તો જાણી લો કે પ્રોડ્યુસરે ‘બાહુબલી 2’ થી પેહલા આપને ‘બાહુબલી’ દેખાડવાની પણ તૈયારી કરી લીધી છે.

‘બાહુબલી’ ને ફરી રિલીઝ કરવાનું કારણ નવી ફિલ્મનું પ્રમોશનલ પ્લાન જ ગણાવાઈ રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર અનિલ થાડાનીએ પણ આ વાત પર મોહર મારી દીધી છે. અને તેમને પુરી આશા છે કે આ કીમિયાથી ‘બાહુબલી 2’ નું કલેક્શન દમદાર રહેશે.

print

Comments

comments

VOTING POLL