એમ્બ્રોડરી ફુટવેરથી મેળવો સ્ટાઈલિશ લુક

February 19, 2018 at 1:36 pm


પાર્ટી હોય કે લગ્ન છોકરીઓ સ્ટાઈલિશ દેખાવા માટે કપડાની સાથે સાથે ફુટવેર પર પણ ધ્યાન આપતી હોય છે. પાર્ટી અથવા લગ્નમાં ફુટવેર સારા ના હોય તો આખો લુક બગડી જાય છે. આમ તો છોકરીઓ એમ્બ્રોડરી આઉટફિટ પહેરવાનું વધારે પસંદ કરે છે પરંતુ આજે અમે તમને એમ્બ્રોડરી ફુટવેર વિશે જણાવીશું. ટ્રેન્ડિંગ અને કંફર્ટેબલની સાથે સાથે એમ્બ્રોડરી ફુટવેર બહુ સ્ટાઈલિશ પણ છે. તેને પાર્ટી અથવા ફંકશનમાં પહેરવાથી તમે એકદમ સ્ટાઈલિશ દેખાશો.આજે એવા કેટલાંક એમ્બ્રોડરી ફુટવેરની એવી ડિઝાઈન બતાવીશું, જેનાથી તમે ફ્લોરલ અને સ્ટાઈલિશ લુક મેળવી શકો છો. પાર્ટી કે કોઈ ફંકશનમાં ટ્રાય કરવા જોઈએ સ્ટાઈલિશ હાઈ હિલ્સ એમ્બ્રોડરી ફુટવેર. તેનાથી તમારો આખો લુક અલગ દેખાશે અને સ્ટાઈલિશ પણ દેખાશે. કેઝ્યુઅલ લુકની સાથે સુંદર લાગશે એમ્બ્રોડરી ફ્લોરલ શૂઝ.તેમજ એમ્બ્રોડરી ફ્લેટ ચપ્પલથી તમે કૂલ અને સ્ટાઈલિશ દેખાઈ શકો છો. હાઈ હિલને પસંદ કરતી છોકરીઓ એમ્બ્રોડરી હીલ્સ ફુટવેર પણ ટ્રાય કરી શકે છે. આ લાલા એમ્બ્રોડરી ફુટવેરને તમે ફંકશનમાં પહેરીને સ્ટાઈલિશ દેખાઈ શકો છો.

print

Comments

comments

VOTING POLL