એરપોર્ટ અને સૌની યોજના માટે વડાપ્રધાનને રાજકોટ બોલાવવાના પ્રયાસ: રૂપાણી

May 19, 2017 at 6:42 pm


ગોંડલ ખાતે આજે યોજાયેલા કૃષિ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ અને ચોટીલા તાલુકાની બોર્ડર પર હિરાસર નજીક સાકાર થઈ રહેલા નવા એરપોર્ટને મંજુરીઓ ફટાફટ મળી રહી છે અને એરપોર્ટના કાર્યક્રમ વડાપ્રધાનના હસ્તે થાય તેવી ઈચ્છા વ્કત કરી હતી અને વડાપ્રધાનને આવતા મહિને રાજકોટમાં લાવવાના તમામ પ્રયાસો રાય સરકાર દ્રારા કરવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે એરપોર્ટ ઉપરાંત સૌની યોજના અંતર્ગત રાજકોટના આજી–ન્યારીને છલોછલ ભરી દેવાના કાર્યક્રમ માટે પણ વડાપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું છે. જૂન મહિનામાં જો અનુકુળતા હશે તો આ બન્ને કાર્યક્રમો વડાપ્રધાનની હાજરીમાં રાજકોટમાં યોજવામાં આવશે. રાજકોટમાં વડાપ્રધાનની જાહેરસભા યોજાઈ તેવી શકયતા પણ છે. કૃષિ મેળામાં રાયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, મગફળી, તુવેર દાળની ગત દિવાળીથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરી હતી અને સમયાંતરે વધારે ખરીદી કરતા રહ્યા ખેડૂતોને મોટો લાભ થયો હતો. તેમજ કૃષિ બાબતે પણ અનેક જાહેરાતો કરી હતી. તેમજ સિંચાઈના પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે આવતા મહિને આજી ડેમ અને લાલપરી છલોછલ ભરી દેવાની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ગુજરાત સરકારના અને કેન્દ્ર સરકારના એકાદ ડઝન જેટલા મંત્રીઓની હાજરીમાં આજે સવારે ગોંડલ ખાતે નવા માર્કેટયાર્ડમાં રાજકોટ અને મોરબી જિલ્લાના સંયુકત કૃષિ મેળાનો પ્રારભં થયો છે. રાય અને કેન્દ્ર સરકાર દ્રારા ખેડૂતોના હિતમાં લેવામાં આવેલા શ્રેણીબધ્ધ પગલાઓની અને ખેડૂતોના ઉત્કર્ષ માટેની કલ્યાણકારી યોજનાઓની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોતાના પ્રાસંગીક ઉદબોધનમાં માહિતી આપી જણાવ્યું હતું કે, સૌની યોજના દોઢ વર્ષમાં પુરી કરાશે અને રાજકોટને પાણી પુરૂ પાડતા આજી અને લાલપરી ડેમ છલોછલ ભરી દઈ પાણી તંગી ભૂતકાળ બનાવી દેવાશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કૃષિ વીજ જોડાણ બાબતે બોલતા જણાવ્ું હતું કે, ૨૦૧૩ પછીનું જે વેઈટીંગ લીસ્ટ છે તે ૨૦૧૭ સુધીમાં પુરૂ કરી દેવાશે અને વધારાના ૧.૨૫ લાખ કૃષી વીજ જોડાણ આપવામાં આવશે. વિજયભાઈ રૂપાણીની ખેડૂત અને કૃષી લક્ષી આ જાહેરાતને કિસાનોએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

કૃષિ મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જયોતી, ગુજરાત સરકારના કૃષિમંત્રી ચીમનભાઈ સાપરીયા, કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, પંચાયત મંત્રી જયંતીભાઈ કવાડિયા, ઉધોગ મંત્રી રોહિત પટેલ, કૃષિ વિભાગના સંસદીય સચિવ બાબુભાઈ પટેલ, સંસદ સભ્ય વિઠ્ઠલભાઈ રાદડિયા, મોહનભાઈ કુંડારિયા, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ટંકારાના ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, બાબુભાઈ જેબલીયા, વલ્લભભાઈ વઘાસીયા, ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરિયા, જશુબેન કોરાટ, યાર્ડના ચેરમેન જયંતીભાઈ ઢોલ, ડો.વલ્લભભાઈ કથીરિયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હરીત ક્રાંતિને આગળ ધપાવવા માટે અને ગુજરાતના એગ્રીકલ્ચર ગ્રોથને વધુ ઉંચાઈ પર લઈ જવા માટે બજેટમાં કરવામાં આવેલી વિવિધ જોગવાઈનું પણ છણાવટ કરી હતી અને ખેડૂત તથા કૃષિ ક્ષેત્રને સમૃધ્ધ બનાવવા રાય સરકારે બજેટમાં રૂા.૬૪૦૦ કરોડની જોગવાઈ કરી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ખેત ઓજાર, ખેત યાંત્રીકરણ, પશુપાલન અને ડેરી વિકાસ માટે લેવામાં આવેલા અને ભવિષ્યમાં લેવાનાર પગલાઓની ઝલક આપી હતી.
કૃષિ મહોત્સવના સ્થળે પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં જમીનની તંદુરસ્તી, જાળવણી, કૃષિ અને બાગાયતી પાકોની ઉત્પાદકતા વધારવા, રોગચાળા સહિતની માહિતી આપવામાં આવી છે. મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ આ પ્રર્દશનની પણ મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન અને ૧૩ લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL