એશ્વર્યાએ અભિષેક સાથે ફિલ્મ કરવાની ના પાડી

February 6, 2018 at 5:43 pm


ઐશ્વર્યા રાય બચ્ચને અભિષેક બચ્ચન સાથેની એક ફિલ્મ નકારી દીધી છે એવા સમાચાર છે. આઇકોનિક કપલ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન અત્યારે ઑસ્ટ્રેલિયામાં છે અને બંને વચ્ચે વ્યાવસાયિક બાબતોમાં બહુ કડવાશ થઇ ગઇ છે. એવી અફવા છે કે એશે તેના ખાનગી વલણ અને અજબના વ્યવહારને કારણે અભિ સાથેની ફિલ્મ ગુમાવી છે. આ જ કારણસર અભિષેકે પણ તે ફિલ્મમાંથી બૅક આઉટ કરી નાંખ્યું. આથી ફિલ્મના નિમાર્તા બહુ નિરાશ થઇ ગયા. શેલેષ સિંહ સાથે અભિ-એશ આ ફિલ્મ કરવાના હતા.

અભિષેકે ફિલ્મ સ્વીકારી લીધી હતી, પણ એશ સાથે તેની વાટાઘાટો ચાલી રહી હતી, પણ વાત કંઇ જામી નહી. છેલ્લા આઠ વર્ષથી તેમણે સાથે ફિલ્મ નથી કરી. એશને આ ફિલ્મની સ્ક્રીપ્ટમાં કેટલાક ફેરફાર જોઇતા હતા, જે નિમાર્તાએ કરવાની ના પાડી. આ ઉપરાંત ફિલ્મનો બજેટ ઇસ્યુ પણ હતો. આથી આ ફિલ્મ હવે તેમની સાથે નહી બની શકે.

print

Comments

comments

VOTING POLL