એસપીજીના નેતા લાલજી પટેલે ફરી સરકારને આપી આંદોલનની ચીમકી

February 5, 2018 at 11:42 am


એસપીજીના નેતા લાલજી પટેલ ફરી સરકાર સામે આંદોલન કરવાની ચીમકી આપે છે. લાલજી પટેલે રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો કે, સરકારે કરેલા વચનો આજ દિવસ સુધી પૂર્ણ કર્યા નથી. લાલજી પટેલે આરોપ લગાવ્યો કે, સરકારે એસપીજી સાથે કરેલી બેઠકમાં પાટીદારો પરના કેસો પરત ખેંચવા, મૃતકના પરિવારજનોને નોકરી આપવી અને પોલીસ દમન મામલે નિવૃત ંની અધ્યક્ષતામાં તપાસની માગ સહિતની માગણી ઠેરની ઠેર છે.

એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે સરકાર સાથેની બેઠકમાં સરકારના આપેલા વચનો પુરા ન થયા હોવાનો શૂર રેલાવ્યો છે. આજે મહેસાણા ખાતે લાલજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તારીખ 26મી સપ્ટેમ્બરે સરકાર સાથે પાટીદારોની બેઠક મળી હતી જેમાં પાટીદારો પર થયેલા કેશો પરત ખેંચવામાં આવે, આંદોલનમાં મૃત્યુ પામેલા યુવાનોના પરિવારમાં સરકારી નોકરીની તક આપવામાં આવે, અનામત પટીદારોને મળે તે માટે સર્વેમાં સરકાર મદદરુપ બને , પાટીદારો પર થયેલા પોલીસ દમન સામે નિવૃત જજ રોકી તપાસ કરવાનું વચન અપાયું હતું.

જેમાંનું કાઈ પણ ભાજપની સરકારે કર્યું ન હોઈ લાલજી પટેલે નારાજગી વ્યક્ત કરી પોતે એસપીજીના નેજા હેઠળ ફરી એકવાર સરકાર સામે આંદોલનનું હથિયાર ઉપાડવાની તૈયારીઆે બતાવી છે.

print

Comments

comments

VOTING POLL