એસી વાઇઝ ઇવીએમની ફાળવણી કરાઇ

November 14, 2017 at 1:50 pm


ગત સાંજે ચુંટણીલક્ષી કામગીરીમાં રોકાયેલા સ્ટાફનો રાજકીય પક્ષોની ઉપિસ્થતિમાં રેન્ડમાઇઝેશન કરાયા બાદ એસી વાઇઝ ઇવીએમ સાથેની પેટી ફાળવણીની કામગીરી હાથ ધરાઇ

ભાવનગર જિલ્લાની આગામી તા.9મી ડિસેમ્બરના રોજ યોજાનારી સાત વિધાનસભા બેઠકની ચુંટણી પ્રqક્રયામાં સ્થાનિક ચુંટણીતંત્ર દ્વારા ગઇકાલે સાંજે રેન્ડેમાઇઝેશન કરાયા બાદ આજે ઇવીએમની ફાળવણીની કામગીરી શરૂ કરાઇ હતી. ઇવીએમ અને વીવીપેટ સાથેની પેટીઆે એસી વાઇઝ ફાળવણી કરવામાં આવી છે.
જિલ્લાની સાત વિધાનસભા બેઠકની આગામી 9મી ડિસેમ્બરના રોજ યોજાનારી સામાન્ય ચુંટણી પ્રqક્રયાના આજે પ્રથમ ચરણમાં ચુંટણી પંચ દ્વારા જાહેરનામાની પ્રસિધ્ધી કરાયાની સાથે જ ઉમેદવારી ફોર્મ રજુ કરવાનો પ્રારંભ થયો છે. સાથાે સાથ ગત સાંજે રાજકીય પક્ષો સહિતનાની ઉપિસ્થતિમાં ચુંટણીલક્ષી કામગીરીમાં રોકાયેલા સ્ટાફનું રેન્ડમાઇઝેશન કરાયું હતું. દરમિયાન આજે બપોરથી ઇવીએમ અને વીવીપેટ સાથેની પેટીઆેની ફાળવણી અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL