એસ્સાર ઓઈલ અને યુનાઈટેડ સ્પીરીટસ વચ્ચે માર્ગ સલામતિ જાગૃતિ અંગે સમજૂતિના કરાર

January 11, 2017 at 10:36 am


એસ્સાર ઓઈલ લીમીટેડ જાહેર કરતા અનંદ અનુભવે છે કે તેણે ભારતભરમાં માર્ગ સલામતીની ઝુંબેશ માટે યુનાઈટેડ સ્પીરીટ સાથે સમજૂતીના કરાર કયર્િ છે. આ કરાર હેઠળ, યુનાઈટેડ સ્પીરીટસના કર્મચારીઓ એસ્સાર ઓઈલના રિટેઈલ આઉટલેટસ ખાતે ગ્રાહકો અને માર્ગ પરના અન્ય લાભાર્થીઓ સામે પરામર્શ કરશે અને માર્ગ સલામતિના મહત્વ અંગે જાણકારીમાં વૃધ્ધિ કરશે.
વાહનોની વધતી જતી સંખ્યાને કારણે અગાઉની તુલનામાં હવે માર્ગ સલામતી વધુ મહત્વ ધરાવતી હોવાથી એસ્સાર ઓઈલ, યુનાઈટેડ સ્પીરીટસ વચ્ચેનો આ સહયોગ વિશેષ મહતવ ધરાવે છે. બંને કંપ્નીઓ વચ્ચેના આ સહયોગને કારણે બંને કંપ્ની માર્ગ સલામતી અંગેના સમાન ઉદેશથી સંકલિત પ્રયાસો કરશે.
એસ્સાર ઓઈલના મેનેજીંગ ડિરેકટર અને ચીફ એકઝીકયુટીવ ઓફિસર લલીતકુમાર ગુપ્તાહે જણાવ્હતું કે આપણા અર્થતંત્રની ઉંચી આકાંશાઓની સાથે સાથે માર્ગ સલામતી તરફ ધ્યાન આપવું જરી બને છે. એક જવાબદાર કંપ્ની તરીકે તથા ઝડપથી વૃધ્ધી પામતા માર્ગ પ્રવાસ અને પરિવહન માટેના રીટેઈલ ફયુઅલ સપ્લાયર તરીકે એસ્સાર માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવાતા રોકવા માટે માર્ગ સલામતીના પગલા ભરવા તથા આવા કદમને વ્યાપક સ્વપે હાથ ધરવા માટે કટીબધ્ધ છે. માર્ગ સલામતીના મહત્વના મુદ્દે એસ્સાર યુનાઈટેડ સ્પીરીટસ સાથે સહયોગ કરતા આનંદ અનુભવે છે.
યુનાઈટેડ સ્પીરીટસના મેનેજીંગ ડીરેકટર આનંદ કૃપાલુએ આ પ્રસંગે જણાવ્‌યું હતું કે અમને ભારતમાં માર્ગ સલામતી જેવા મહત્વના મુદ્દે એસ્સાર ઓઈલ જેવી સમાન વિચારધારા ધરાવતી કં5નીનો સહયોગ હાસલ થયો છે તેનું અમને ગૌરવ છે. યુનાઇટેડ સ્પીરીટસ ખાતે અમે સહયોગની શક્તિમાં વિશ્ર્વાસ ધરાવીએ છીએ. છેલ્લા 3 વર્ષ દરમ્યાન અમારી માર્ગ સલામતી અંગે સફળ સહયોગની પહેલને પરિણામે અમે નોંધપાત્ર પરિણામો હાંસલ કરી શકયા છીએ. એસ્સાનું સબળ નેટવર્ક તથા વાહનોની વધતી જતી સંખ્યાને કારણે માર્ગ સલામતી માટેના અને જનસમુદાયની વર્તણુંકમાં પરિવર્તન લાવવાના અમારા સમાન ઉદ્દેશને વિસ્તારવાની તક પ્રાપ્ત થઈ છે.

print

Comments

comments

VOTING POLL