એસ્સાર સ્ટીલને ગુજરાત હાઈકોર્ટનો ફટકોઃ વિવિધ બેંક્સ દ્વારા શરૂ કરાયેલ નાદારી પ્રક્રિયાને બહાલી

July 17, 2017 at 3:20 pm


એસ્સાર સ્ટીલ સામે ચાલી રહેલી નાદારીની પ્રક્રિયાના મામલે હાઇકોર્ટમાં એસ્સારે કરેલી અરજી પર આજે હાઇકોર્ટ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે એસ્સાર સ્ટીલની અરજી ફગાવી દીધી છે. આ સાથે એસ્સાર સ્ટીલની સામે નાદારીની પ્રક્રિયા શરૂ કરવાના બેંકોના નિર્ણયને હાઇકોર્ટે બહાલી આપી છે. નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલમાં બેન્ક્સ તરફથી એસ્સાર સ્ટીલ સામે નસોલ્વન્સી પ્રોસિડિંગ શરૂ કરાયું છે.

આ અગાઉ હાઇકોર્ટે આ મામલામાં તમામ પક્ષકારોને યથાવત સ્થિતિ જાળવી રાખવા ટકોર કરી હતી. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ એસ્સાર સ્ટીલ સામે કંપની લો ટ્રીબ્યુનલમાં નાદારીની પ્રક્રિયા શરુ કરી છે. જેની સામે એસ્સારે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જુન મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ એવા એક ડઝન ખાતેદારો ઓળખી કાઢ્યા હતા કે જેમણે રૂ.૫૦૦૦ કરોડથી વધુની લોન લીધી હોય પણ પરત કરી શક્યા ના હોય. આ ખાતેદારો સામે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં જરૂરી કાર્યવાહી કરવા માટે બેંકોને આર.બી.આઈ.એ નિર્દેશો જારી કરતો સર્ક્યુલર કર્યો હતો. જેની સામે હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. જોકે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ અને અન્ય લેન્ડર બેંકસે એસ્સાર સ્ટીલની આ અરજીનો ભારે વિરોધ કર્યો હતો. હાઇકોર્ટ એસ્સાર સ્ટીલની અરજી આજે ફગાવી દીધી હતી.

print

Comments

comments

VOTING POLL