એિક્ટવાની ડીકીમાંથી 6.50 લાખ ઉઠાવી જનાર અમદાવાદના છારા ઝડપાયા

August 10, 2018 at 12:30 pm


4થી આેગષ્ટએ થયેલ ચોરીનો ભેદ ભાવનગર એલસીબીએ ઉકેલી નાખ્યો

આંગડીયા પેઢીમાંથી પૈસા લઇને આવેલ શખ્સના એકટીવા સ્કુટરની ડીકી તોડી તેમાંથી રોકડ રૂા.6,50,000ની ચોરી થઇ હતી. 4થી આેગષ્ટએ બનેલી આ ઘટનામાં ભાવનગર એલ.સી.બી.એ મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
ગત 4થી આેગષ્ટએ ભરતભાઇ ધનજીભાઇ ગોહેલ (રહે. અકવાડા)એ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ દાખલ કરાવેલ કે, તે હિરાની આેફીસમાં નોકરી કરે છે અને તેઆેને તેનાં શેઠે નિર્મળનગર,માધવ રત્ન કોમ્પ્લેકસમાં આવેલ આંગડિયાની આેફિસમાંથી રૂા.6,50,000 લઇ આવવાનું કહેલ. તેઆે પોતાનો એકટીવા સ્કુટર રજી.નં.-01- 3985 લઇને માધવરત્ન કોમ્પ્લેકસ માંથી આંગડીયા પેઢીમાંથી રૂા.6,50,000 લઇને પોતાનાં એકટીવા સ્કુટરની ડીકીમાં મુકી નિર્મળનગર પાસે આવેલ અને ત્યાં શ્રીનાથજી પાણીપુરી વાળાને ત્યાં પાણીપુરી ખાવા ગયેલ ત્યાર પછી આેફીસ પહાેંચતા ડીકીમાં મુકેલ રૂા.6,50,000 મળી આવેલ નહિ.આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલએ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ઉપરોકત ચોરીનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે આપેલી સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી.આ બનાવ અંગે ટેકનીકલ સેલની મદદ પણ લેવામાં આવી.આ ગુન્હો કરવાની રીત અમદાવાદની છારા ગેંગની હોવાની માહિતી આધારે પોલીસ ઇન્સ., એલ.સી.બી., ભાવનગરનાંઆે સ્ટાફનાં માણસો સાથે અમદાવાદ ખાતે છારાનગર, કુબેરનગરમાં તપાસ કરવા માટે ગયેલ.
તેઆેનાં અંગત બાતમીદારોને સqક્રય થઇ આ ગુન્હામાં સંડોવાયેલ ઇસમો બાબતે ફળદાયક હકીકત આપવા જણાવતા હકીકત મળેલ કે, ઉપરોકત ગુન્હામાં સંડોવાયેલ બે માણસો મુદ્દામાલ સાથે અમદાવાદ તરફથી ભાવનગર નારી ચોકડી ઉતરીને ખોડિયાર મંદિર તરફ જવાનાં છે.જેમાં એક માણસે પીળા કલરનો શર્ટ તથા કોફી કલર જેવું પેન્ટ તથા બીજા માણસે આછા ગુલાબી-સફેદ કલરની ઉભી લાયનીગવાળો શર્ટ તથા ગ્રે-સફેદ કલરની ચોકડીવાળું પેન્ટ પહેરેલ છે.
આ બાતમીના આધારે તેઆેની નારી ચોકડી પાસે વોચમાં રહેતાં કિરીટભાઇ પુનમભાઇ ઇન્દ્દેકર (ઉ.વ.38 ધંધો-છુટક મજુરી રહે.qફ્ર કોલોની ચાલી,કુબેરનગર, છારાનગર, અમદાવાદ) તથા કમલેશ અતુલ કોડેકર (ઉ.વ.22 ધંધો-છુટક મજુરી રહે.સીગલ ચાલી, સત્યનારાયણ દુધ સામેની ગલી, કુબેરનગર, છારાનગર, અમદાવાદ) રોકડ રૂા.6,50,000 ભરેલ કાપડની થેલી સાથે મળી આવતા તેઆેએ ઉપરોકત ગુન્હાની કબુલાત કરતાં તેઆેની ગુન્હામાં ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે.આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા, પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં કિરીટભાઇ પંડયા, મહિપાલસિંહ ગોહિલ, તરુણભાઇ નાંદવા, શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

print

Comments

comments

VOTING POLL