ઐતિહાસિક શ્રેણીવિજય સાથે ટીમ ઈન્ડિયા વન-ડેમાં નંબર વન

February 14, 2018 at 10:52 am


ભારતે દક્ષિણઆફ્રિકા વિરુદ્ધ છ મેચોની શ્રેણીનો પાંચમો વન-ડે 73 રને જીતી લીધો છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ શ્રેણી પોતાના નામે કરી લીધી છે અને વન-ડે રેન્કીંગમાં પણ નંબર વનનો તાજ હાંસલ કર્યો છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી ટીમ ટેસ્ટ બાદ હવે વન-ડેમાં પણ નંબર વન બની ગઈ છે. વન-ડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 4-1થી આગળ છે.
વન-ડે રેન્કિંગમાં ભારત 7426 પોઈન્ટ અને 122 રેટિંગ સાથે નંબર વન ટીમ બની છે જ્યારે દક્ષિણ આફ્રિકા બીજા ક્રમે ધકેલાઈ ગયું છે. આ પરાજય બાદ દક્ષિણ આફ્રિકાના 6839 પોઈન્ટસ અને 116 રેટિંગ થઈ ગયું છે. જ્યારે ઈંગ્લેન્ડ 115 રેટિંગ સાથે ત્રીજા નંબરે છે. ભારતે શ્રેણીના પ્રથમ ત્રણ મેચ જીત્યા હતા અને ચોથા મેચમાં હારનો સામનો કરવો પડયો હતો.

શ્રેણીનો પાંચમો વન-ડે જીતીને ટીમ ઈન્ડિયાએ શ્રેણી પણ પોતાના નામે કરી અને દક્ષિણ આફ્રિકા પાસેથી નંબર વનનો તાજ પણ છીનવી લીધો છે. જ્યારે ટેસ્ટ ફોર્મેટમાં વિરાટ એન્ડ કંપ્ની 121 પોઈન્ટ સાથે નંબર વન ઉપર યથાવત છે. બીજા નંબરે દક્ષિણ આફ્રિકા છે જેના 115 રેટિંગ પોઈન્ટસ છે.
દરમિયાન આ વિજયથી ગદગદ થયેલા કેપ્ટન કોહલીએ કહ્યું કે હવે ટીમ ઈન્ડિયાની નજર 2019ના વર્લ્ડકપ ઉપર મંડાઈ ગઈ છે. તમામ ટીમો વર્લ્ડકપ્ને ધ્યાનમાં રાખી પોતપોતાની યોજના બનાવી રહી છે ત્યારે ભારત પણ આ જ દિશામાં આગળ વધી રહ્યું છે.
કોહલીએ કહ્યું કે હં જીત બાદ ઘણો ખુશ છું. આ અમારું એક સંપૂર્ણ પ્રદર્શન હતું. અમારી ટીમે આ શ્રેણી રમીને રમતના દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કર્યું છે. અમે બેટ, બોલ અને ફિલ્ડ ત્રણેય ક્ષેત્રમાં 100 ટકા પ્રદર્શન આપ્યું છે. કોહલીએ કહ્યું કે આ મેચમાં માત્ર એક ટીમ પર શ્રેણી હારવાનું દબાણ હતું અને તે સાઉથ આફ્રિકા હતી. અમને ખબર હતી કે તેની નાની-નાની ભૂલ અમને શ્રેણીમાં કમબેક કરાવશે.

print

Comments

comments

VOTING POLL