ઓપરેશનમાં બેદરકારી બદલ ૧૦ લાખ વળતર ચૂકવવા તબીબને હુકમ

September 13, 2017 at 3:38 pm


જૂનાગઢમાં માંગરોળની મહિલાના ગાયનેક ઓપરેશનમાં બેદરકારી દાખવનાર જૂનાગઢના લાઈફકેર હોસ્પિટલના તબીબને ગ્રાહક ફોરમ દ્રારા રૂા.૧૦ લાખનું વળતર તેમજ દુ:ખ ત્રાસના રૂા.૧ લાખ તેમજ ખર્ચના રૂા.૫૦૦૦ ચૂકવવા હુકમ કર્યેા છે.
પ્રા વિગતો મુજબ માંગરોળના ભારતીબેન ઈશ્ર્વરભાઈ ચામુંડીયા તેમને ગાયનેક તકલીફ થતાં જૂનાગઢ એસટી બસ સ્ટેશન પાસે લાલ બહાદુર શાક્રી સોસાયટીમાં આવેલી લાઈફ કેર હોસ્પિટલમાં જતાં તેના તબીબ ડો.આર.એ.પિન્ટોએ ગર્ભાશયની ટયુબ ખોલવી પડશે તેવું નિદાન કરવું પડશે તેવી કહી ગઈ તા.૫–૧–૧૫ના રોજ જરૂરી તબીબી કાર્યવાહી બાદ ઓપરેશન કયુ હતું. જે ઓપરેશન બાદ ભારતીબેનને બ્લીડીંગ ચાલુ રહેતા તબીયત લથડી હતી અને ત્રિમુર્તી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. યાં વધુ સારવારમાં લોહીની બોટલો ચડાવી પડી હતી. તેમજ કીડનીમાં તકલીફ શરૂ થતાં ડાયાલીસીસ કરવાની ફરજ પડી હતી. આ કીડની ડેમેજ થતાં ભારતીબેને તબીબ ડો.આર.એ.પિન્ટોની ઓપરેશનમાં ઘોર બેદરકારી બદલ જૂનાગઢ જિલ્લા ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ કરી ૨૦ લાખ વળતરની માંગણી કરી હતી. જે અંગેનો કેસ ચાલી જતાં જૂનાગઢ જિલ્લા ગ્રાહક તકરાર ફોરમના પ્રમુખ જજ એમ.વી.ગોહેલ અને સભ્યો એ.એ.યોગી અને એલ.એલ. જેઠવાએ ડો.એ.એ.પિન્ટોએ અરજદાર ભારતીબેનને ૧૦ લાખનું વળતર તેમજ નવ ટકાના વ્યાજ સાથે તેમજ શારિરીક માનસિક ત્રાસ બદલ રૂા.૧ લાખ અને અરજી ખર્ચના રૂા.૫ હજાર ૩૦ દિવસમાં ચૂકવી દેવા આ કામમાં અરજદાર તરફથી એડવોકેટ ડી.ડી.પાનેરા રોકાયા હતાં

print

Comments

comments

VOTING POLL