ઓપરેશનમાં બેદરકારી બદલ 10 લાખ વળતર ચૂકવવા તબીબને હુકમ

September 13, 2017 at 3:41 pm


જૂનાગઢમાં માંગરોળની મહિલાના ગાયનેક ઓપરેશનમાં બેદરકારી દાખવનાર જૂનાગઢના લાઈફકેર હોસ્પિટલના તબીબને ગ્રાહક ફોરમ દ્વારા ા.10 લાખનું વળતર તેમજ દુ:ખ ત્રાસના ા.1 લાખ તેમજ ખર્ચના ા.5000 ચૂકવવા હકમ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ માંગરોળના ભારતીબેન ઈશ્ર્વરભાઈ ચામુંડીયા તેમને ગાયનેક તકલીફ થતાં જૂનાગઢ એસટી બસ સ્ટેશન પાસે લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટીમાં આવેલી લાઈફ કેર હોસ્પિટલમાં જતાં તેના તબીબ ડો.આર.એ.પ્ન્ટિોએ ગભર્શિયની ટયુબ ખોલવી પડશે તેવું નિદાન કરવું પડશે તેવી કહી ગઈ તા.5-1-15ના રોજ જરી તબીબી કાર્યવાહી બાદ ઓપરેશન કર્યું હતું. જે ઓપરેશન બાદ ભારતીબેનને બ્લીડીંગ ચાલુ રહેતા તબીયત લથડી હતી અને ત્રિમુર્તી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં વધુ સારવારમાં લોહીની બોટલો ચડાવી પડી હતી. તેમજ કીડનીમાં તકલીફ શ થતાં ડાયાલીસીસ કરવાની ફરજ પડી હતી. આ કીડની ડેમેજ થતાં ભારતીબેને તબીબ ડો.આર.એ.પ્ન્ટિોની ઓપરેશનમાં ઘોર બેદરકારી બદલ જૂનાગઢ જિલ્લા ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ કરી 20 લાખ વળતરની માંગણી કરી હતી. જે અંગેનો કેસ ચાલી જતાં જૂનાગઢ જિલ્લા ગ્રાહક તકરાર ફોરમના પ્રમુખ જજ એમ.વી.ગોહેલ અને સભ્યો એ.એ.યોગી અને એલ.એલ. જેઠવાએ ડો.એ.એ.પ્ન્ટિોએ અરજદાર ભારતીબેનને 10 લાખનું વળતર તેમજ નવ ટકાના વ્યાજ સાથે તેમજ શારિરીક માનસિક ત્રાસ બદલ ા.1 લાખ અને અરજી ખર્ચના ા.5 હજાર 30 દિવસમાં ચૂકવી દેવા આ કામમાં અરજદાર તરફથી એડવોકેટ ડી.ડી.પાનેરા રોકાયા હતાં.

print

Comments

comments

VOTING POLL