ઓપો યૂઝર્સને રિલાયન્સ જિઓની ભેટ, મળશે 100 જીબી ફ્રી ડેટા

November 14, 2017 at 11:45 am


ચીનની હેન્ડસેટ કંપ્ની ઓપો યૂઝર્સને રિલાયન્સ જિઓ તરફતી બમ્પર ઓફર આપવામાં આવી રહી છે. રિલાયન્સ જિઓએ પોતોની સાથે ભાગીદારી કરી છે જે અંતર્ગત જે ગ્રાહક નોવ ઓપો હેન્ડસેટ ખરીદશે અને 399 રૂપિયાથી વધારનું રિચાર્જ કરાવશે તેને 100 જીબી સુધીનો વધારાનો ડેટા મળશે.

ઓપ્પો ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર વિલયાંગે એક નિવેદનમાં કહ્યું કે, ઓપ્પોમાં અમે ગ્રાહકોની સંતુષ્ટિ અને તેને સૌથી શ્રેષ્ઠ અનુભવ આપવા પર વિશેષ ભાર આપી રહ્યા છીએ. આ ભીગાદારીની સાથે અમે વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોંચવામાં સફળ થઈશું. આ ઓફર ઓપ્પોના તમામ 4જી સ્માર્ટફોન્સ પર લાગુ રહેશે.

કંપ્નીએ વિતેલા મહિને એફ5 સ્માર્ટફોન બજરમાં ઉતાર્યો હતો જે આર્ટિફિશિયલ એન્ટેલિજન્સની સાથે આવે છે. તેના બે વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. 4 જીબી રેમ સાથે 32 જીબી મેમેરીવાળા ફોનની કિંમત 19990 રૂપિયા છે, જ્યારે 6 જીબી રેમના વેરિયન્ટની કિંમત 24990 રૂપિયા છે. આ ઓપ્પોનો બેજેલ ધરાવતો સ્માર્ટફોન છે જેમાં એસપેક્ટ રેસિયો 16:9 છે.

તેમાં 6 ઇંચની ફુલ એચડી પ્લસ સ્ક્રીન આપવામાં આવી છે. તેમાં ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર છે અને તેની મેમરી 256 જીબી સુધી વધારી શકાય છે.

કેમેરાની વાત કરીએ તો તેમાં એઆઈ બેસ્ડ સેલ્ફી કેમેરા છે જે તમને શ્રેષ્ઠ સેલ્ફી આવશે. તેમાં 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા અને 16 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે.

print

Comments

comments

VOTING POLL