ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશને રાધિકાનાં અંગદાન પર બનાવી શોર્ટ ફિલ્મ

February 13, 2018 at 3:56 pm


૧૪ ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે. પ્રેમનાં સ્વીકારનો પવિત્ર દિવસ. પરંતુ આ દિવસ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સભ્યો માટે એક આગવું સ્થાન ધરાવે છે. કારણકે એ દિવસ એમના એક સક્રિય સભ્ય ભાવનાબેન મંડલીની લાડકી દીકરી રાધિકાનો (જેના અંગદાન ૨૪ એપ્રિલ ૨૦૧૬ પછી સૌરાષ્ટ્ર્રમાં અંગદાનની ઘણી જાગૃતિ આવી) જન્મદિવસ છે. આ દિવસને એક આગવી રીતે ઉજવવાનું ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સભ્યોએ નક્કી કયુ. આ દિવસે રાધિકાને યાદ કરી વધુ ને વધુ લોકોમાં અંગદાનની જાગૃતિ ફેલાય એવું કાર્ય કરવું. જોગાનુજોગ ૧૧ ફેબ્રુઆરી ના રોજ એમની જ જ્ઞાતિના સમુહલનો ભવ્ય સમારભં સુરેન્દ્રનગર ખાતે યોજાયો. આ સમુહલમાં ભાવનાબેનનું એક પ્રેરણાદાયી કાર્ય કરનાર માતા તરીકેનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ના ડો દિવ્યેશ વિરોજા અને ડો સંકલ્પ વણઝારાએ ઉપસ્થિત લોકોને અંગદાનની વિસ્તૃત સમજ આપી. ત્યારબાદ રાધિકાને યાદ કરી નીતિનભાઈ ઘટાલિયાની પ્રેરણા થી ઉપસ્થિત લગભગ ૨૦૦૦૦ જેટલા લોકોએ સમાજમાં અંગદાનની જાગૃતિ ફેલાવવાનો અને તેમાં સહાયક થવાનો મક્કમ નિર્ધાર કર્યેા.પ્રજાપતિ સમાજની આ પ્રથમ અંગદાતા દીકરીની યાદમાં સમગ્ર પ્રજાપતિ સમાજે એને જલાવેલી યોત ને એક મશાલમાં પરિવર્તિત કરી એક ઉમદા કાર્ય કયુ છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઝાલાવાડ સમસ્ત પ્રજાપતિ સમાજના પ્રમુખ દલપતભાઇ ચૌહાણ અધ્યક્ષ ઈશ્વરભાઈ ઘાટલીયા અશોકભાઈ મુલીયા ચંદુભાઇ ભલગામા ભગવાનભાઈમંડલી નટુભાઈ જાદવ ખીમજીભાઈ ખોરદીયા અશોકભાઇ સાકરીયા મનસુખભાઇ તલસાણીયા વિજયભાઇ ભલગામા રામજીભાઇ લખતરીયા અને નીતિનભાઈ ઘાટલીયાએ ખૂબ જહેમત ઉઠાવી હતી.

print

Comments

comments

VOTING POLL