ઓલ ધ રજની ફેન્સ…

May 26, 2017 at 3:05 pm


541 સીટ ધરાવતી લોકસભાની 2019ની ચૂંટણીમાં ભાજપ્ને 1082 સીટ મળે તેવી કોઈ સંભાવના નથી, નરેન્દ્ર મોદી દેશના રાષ્ટ્રપતિ થઈ જાય તે પણ શક્ય નથી. આવી જ રીતે પેટ્રોલ 20 પિયે મળવા લાગે અને ડીઝલ 10-10 રૂપિયામાં હઈડ હઈડ થાય તેવું પણ બને નહીં. જેમ અમૂલનું દૂધ ક્યારેય પાંચ રૂપિયામાં લીટર નથી મળવાનું તેવી જ રીતે તુવેરની દાળ પણ 25 પિયે કિલો નથી મળવાની. સૌરાષ્ટ્ર પૂરેપૂરું હક્કદાર હોવા છતાં તેને અલગ રાજ્યનો દરજ્જો અને તેની રાજધાની રાજકોટ થાય તેવું પણ બનવાનું નથી. કાશ્મીરમાં ક્યારેય દરિયો નથી આવવાનો અને આંદામાન-નિકોબારમાં રણ બનવાનું નથી. હિન્દુ-મુસ્લિમો ઝઘડા ભૂલી જાય અને સગા ભાઈથી પણ વધુ સારો વ્યવહાર કરે તેવી કલ્પ્ના પણ અહીં શક્ય નથી. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સવાર-સાંજ બે વખત એલઓસી ઉપર જઈને ભારતીય સેનાના જવાનોને સબીલનું સરબત પીવડાવે તેવું પણ નહીં બને.

ચીનના રાષ્ટ્રપતિ ભારતના વિદેશ મંત્રાલયમાં ફોન કરીને ભારતની નીતિઓમાંથી કાંઈક શીખવાનો પ્રયાસ કરે એવું તો ક્યારેય નહીં બને. ભલે આ બધી બાબતો અશક્ય જણાતી હોય પરંતુ કાળા માથાનો માનવી ધારે તો શું ન કરી શકે તેવું નાનપણમાં આપણને શીખવવામાં આવતું હતું અને તે હવે ભવિષ્યમાં સાચું પડે તેવું લાગી રહ્યું છે. સમાચાર એવા છે કે શિવાજીરાવ ગાયકવાડ એટલે કે ફિલ્મ અભિનેતા રજનીકાંત રાજકારણમાં અને તે પણ ભાજપમાં જોડાવાના છે. આ બ્રહ્માંડમાં રજનીકાંત જ એક એવી વ્યક્તિ છે જે બધું જ કરી શકે છે ! ગૂગલવાળા પણ તેના નામે આઈડી રાખે છે અને ઈસરોવાળા મંગળ ઉપર યાન મોકલતાં પહેલાં કિલોમીટરનું અંતર રજનીકાંતને જ પૂછે છે. આવા તમીલના સુપરસ્ટારને હવે રાજકારણનો રંગ લાગ્યો છે અને તેઓ જાહેરજીવનમાં આવવા માટે ઉતાવળા બન્યા છે તેવા સમાચારો છેલ્લા કેટલાક દિવસોથી અખબારોમાં વાંચવા મળે છે. રજનીકાંતને દક્ષિણ ભારતના લોકો ભગવાનની જેમ પૂજે છે. પ્રારંભીક તમિલ ફિલ્મોની કારકીર્દિમાં નાના-નાના ટપોરી ટાઈપ રોલ કરીને થોડાક વર્ષોમાં જ એક સ્થાપિત અભિનેતા તરીકે ઉભરી આવેલા રજનીકાંતે લોકપ્રિયતાના મોટા ભાગના રેકોર્ડ તોડી નાખ્યા છે. લોકપ્રિયતાની દૃષ્ટિએ નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર અને જયલલિતાએ પણ ચરમસીમાઓ જોઈ છે પરંતુ આ બધામાંથી રજનીકાંત અલગ પડે છે. ખૂદ અમિતાભ બચ્ચન તેને મહાન અભિનેતા ગણાવી ચૂક્યા છે. પોતાની ડાયલોગ બોલવાની સ્ટાઈલ અને એક્શનને કારણે લોકો તેને વધુ પસંદ કરે છે. ‘શિવાજી’ ફિલ્મમાં અભિનય આપવા બદલ રજનીકાંતને 26 કરોડ રૂપિયા ફી આપવામાં આવી હતી જે એશિયાના સૌથી વધુ ફી લેનારા કલાકાર જેકી ચાન પછી બીજા નંબરે હતા. આવા રજનીકાંત જો રાજકારણમાં પગ મૂકે અને હાથમાં કમળ લ્યે તો શું સિનારીયો થાય તેની કલ્પ્ના પણ વિરોધપક્ષને ધ્રુજાવી દે તેવી છે. જે પક્ષમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ હોય તેવા પક્ષમાં રજનીકાંત જોડાય તો પંજો, સાઈકલ, હાથી, ઝાડું, ઘડિયાળ વગેરે નિશાનવાળાનું શું થાય તે વિચારવાનું રહે. ભલે રજનીકાંતે અત્યારે પોતે આ રાજકારણમાં જોડાવાના જ છે તેવું સ્પષ્ટ કર્યું નથી પરંતુ તેમના ઈશારા માત્રથી અટકળોની આંધી છવાયેલી છે. આ વખતે આશ્ર્ચર્યની વાત એ સામે આવી કે તામીલનાડુના એક સંગઠને 30 લોકોની હાજરીમાં રજનીકાંતના ઘરની સામે દેખાવો કયર્િ હતા અને વિરોધ વ્યક્ત કરી તેનું પુતળું (આ ગરમીમાં પણ) સળગાવ્યું હતું. વાત એવી છે કે રજનીકાંત બેંગ્લોરમાં રહે છે અને બેંગ્લોર કણર્ટિકની રાજધાની છે. તેની સામે લાખો તમીલ લોકો એવા છે જે એવું નથી ઈચ્છતા કે રજનીકાંત બેંગ્લોરમાં રહીને રાજકારણમાં એન્ટ્રી કરે. તામીલીયન એવું ઈચ્છે છે કે રજનીકાંત તામીલનાડુમાંથી રાજકારણમાં પ્રવેશ કરે. રજનીકાંતે હજુ તામીલનાડુ કે કણર્ટિકના તેના પ્રશંસકોને કોઈ પ્રકારનો ઉત્તર આપ્યો નથી પરંતુ રાજકારણમાં પ્રવેશવાની તેની હિલચાલથી રાજકીય પક્ષોમાં ચચર્ઓિ જર શ થઈ ગઈ છે. ભાજપ્ના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પણ કહેવું પડયું છે કે જો રજનીકાંત ભાજપમાં આવવા માગતાં હોય તો અમારા દરવાજા તેમના માટે ખુલ્લા છે. બધા જાણે છે કે રજનીકાંતને નરેન્દ્ર મોદી સાથે વ્યક્તિગત સંબંધો પણ ઘણા સારા છે અને જો રજનીકાંત ભાજપમાં જોડાય તો દક્ષિણ ભારત સર કરી શકાય તેવું ભાજપ્નું નેતૃત્વ માને છે. ભારતીય જનતા પક્ષે તામીલનાડુમાં સત્તા મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થઈ શક્યો નથી. ચેન્નાઈમાં એઆઈએ ડીએમકે અને ડીએમકેનું રાજકીય વજન ઘણું બધું વધારે છે. આવી જ રીતે કણર્ટિકમાં કોંગ્રેસના સિધ્ધારમૈયા પગદંડો જમાવીને બેઠા છે. આંધ્ર અને તેલંગણામાં પણ બિનભાજપી સરકારો છે. આવી સ્થિતિમાં જો રજનીકાંત સપાટો બોલાવે તો ભાજપ માટે ‘બિન બાદલ બરસાત’ જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. રજનીકાંત રાજકારણમાં આવે તો અગાઉ ક્યારેય ન થયું હોય તેવું થાય તેમાં પણ બેમત નથી. ભારતીય જનતા પક્ષે અત્યારે ભલે લોકસભાની આગામી ચૂંટણીમાં 350 બેઠક જીતવાનું લક્ષ્ય રાખ્યું હોય પરંતુ જો રજનીકાંત ભાજપમાં હોય તો ભાજપ્ને અકલ્પ્નીય બેઠકો અપાવી શકે તેવી શક્તિ તેમનામાં છે. ભલે રજનીકાંતની શક્તિઓને લોકોએ ફિલ્મોમાં જ વધારે જોઈ છે પરંતુ દેશની જનતામાં તેનો એક ‘ચાર્મ જર છે’ જો રજનીકાંત રાજકારણમાં સક્રિય થાય તો અત્યારના ધર્મવાદી, જાતિવાદી, લાંચવાદી અને નોટવાદી રાજકારણને તિલાંજલિ મળે અને દેશના રાજકારણને એક નવી જ દિશા મળે તો નવાઈ પામવા જેવું નહીં રહે…

print

Comments

comments

VOTING POLL