ઓસ્ટ્રેલિયાએ નાક બચાવ્યું: વિરાટ ન તોડી શક્યો ગુરૂ ધોનીનો રેકોર્ડ

September 29, 2017 at 11:39 am


ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે અહીં ભારતને તોતિંગ સ્કોરવાળી ચોથી વન-ડેમાં 21 રનથી હરાવીને રહીસહી આબરૂ બચાવવાની શરૂઆત કરી હતી. 3-0ની અપરાજિત સરસાઈથી ટ્રોફી પર ભારતે કબજો કરી જ લીધો છે, પરંતુ હવે ચોથી મેચને અંતે ભારતનો 3-1 જીત-હારનો રેશિયો હતો. પાંચમી અને છેલ્લી વન-ડે રવિવારે નાગપુરમાં રમાશે.
ઓપ્નર ડેવિડ વોર્નર (124 રન, 119 બોલ, ચાર સિક્સર, બાર ફોર)ને મેન ઑફ ધ મેચનો પુરસ્કાર મળ્યો હતો. તેણે 3 સિક્સર એક 1 ફોરની મદદથી 40 બોલમાં 41 રન બનાવનાર ગઈ મેચના હીરો હાર્દિક પંડ્યાનો કેચ પણ પકડ્યો હતો.
વિરાટે ગયા રવિવારે જીતીને ભારત વતી સતત નવમી વન-ડે જીતવાના તેના ગુરુ મહેન્દ્રસિંહ ધોનીના ભારતીય વિક્રમની બરાબરી કરી હતી અને ગઈ કાલે જીતીને વિરાટને તેનો રેકોર્ડ તોડવાનો મોકો હતો, પણ એમાં તે નિષ્ફળ રહ્યો હતો. ખુદ વિરાટ 21 રને નેથન કોલ્ટર-નાઇલના બોલમાં ક્લીન બોલ્ડ થયો હતો, જ્યારે ધોનીએ કેન રિચર્ડસનના બોલમાં બેલ્સ ગુમાવી હતી. વરસાદના ટૂંકા વિઘ્નને કારણે ભારતીય બેટ્સમેનોની એકાગ્રતા તૂટી હતી અને ભારત 335 રનના લક્ષ્યાંક સામે 50 ઓવરમાં 8 વિકેટે 313 રન સુધી સીમિત રહ્યું હતું. રિચર્ડસને સૌથી વધુ 3 વિકેટ, કોલ્ટર-નાઇલે બે તેમ જ કમિન્સ અને ઝેમ્પાએ એક-એક વિકેટ લીધી હતી.

ટૂંકો સ્કોર
ઑસ્ટ્રેલિયા: 50 ઓવરમાં પાંચ વિકેટે 334 રન (વોર્નર 124, ફિન્ચ 94, હેન્ડ્સકોમ્બ 43, હેડ 29, સ્ટોઇનિસ 15 અણનમ, ઉમેશ 71 રનમાં ચાર, કેદાર 38 રનમાં એક, શમી 62 રનમાં તેમ જ અક્ષર 66 રનમાં, ચહલ 54 રનમાં અને હાર્દિક 32 રનમાં વિકેટ નહીં)
ભારત: 50 ઓવરમાં 8 વિકેટે 313 રન (કેદાર 67, રોહિત 65, રહાણે 53, હાર્દિક 41, પાન્ડે 33, વિરાટ 21, ધોની 13, અક્ષર પાંચ, શમી 6 અણનમ, ઉમેશ બે અણનમ, કેન રિચર્ડસન 58 રનમાં ત્રણ, કોલ્ટર-નાઇલ 56 રનમાં બે, કમિન્સ 59 રનમાં એક, ઝેમ્પા 63 રનમાં એક વિકેટ)

print

Comments

comments

VOTING POLL