ઓસ્ટ્રેલીયા વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, નેહરા-કાર્તિકનો સમાવેશ

October 2, 2017 at 10:53 am


ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ત્રણ ટી-20 મેચોની સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. પાંચ વન-ડે મેચોની સીરિઝમાં ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવીને ટીમ ઇન્ડિયા ટી-20 સીરિઝ માટે તૈયાર છે. બીસીસીઆઇએ રવિવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે આ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ટી-20 ટીમમાં આશીષ નહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે સિવાય દિનેશ કાર્તિકને પણ સ્થાન મળ્યું છે.
વન-ડે ટીમમાં સામેલ રહાણે, ઉમેશ યાદવ અને મોહમ્મદ શમ્મીને ટી-20 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આશીષ નેહરાએ અંતિમ ટી-20 મેચ ફેબ્રુઆરી 2017માં ઇગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. દિનેશ કાર્તિકે દિલીપ ટ્રોફીની ફાઇનલમાં ઇન્ડિયા રેડનું નેતૃત્વ કરી પ્રથમ ઇનિંગમાં 111 રન બનાવ્યા હતા.
ટીમ ઇન્ડિયા
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શમર્િ (વાઇસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, મનીષ પાંડે, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યજુર્વેદ ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, આશીષ નેહરા, અક્ષર પટેલ

print

Comments

comments

VOTING POLL