કંગનાનો દીપિકાને સપોર્ટ કરવાનો ઇનકાર, બોલિવૂડ અચંબામાં!

December 6, 2017 at 5:09 pm


કંગના રણોટ હંમેશાં તેના નિવેદનો માટે ચર્ચામાં રહે છે. છેલ્લા બ-ત્રણ વર્ષથી તેના અને રિતિકના સંબંધો વિશે ચર્ચાઆે થતી જ રહે છે. તે અને અભિનેતા રિતિક રોશન એકબીજા પર આરોપો લગાવ્યા કરે છે. આથી બંને બહુ ચર્ચામાં રહે છે. હવે ફરી કંગના તેના નિવદેન માટે વિવાદમાં પડી છે. આ વખતે તેનો મામલો દીપિકા પદુકોણ સાથે જોડાયેલો છે. દીપિકા પદુકોણને ‘પÚાવતી’ માટે જે રીતે ધમકીઆે મળી રહી છે તેના પર બાૅલીવૂડ સ્ટાર્સ તેને સપોર્ટ કરી રહ્યા છે ત્યારે કંગના રણોટે દીપિકાને સપોર્ટ કરવા માટે નનૈયો ભણી દીધો છે.
વાસ્તવમાં શબાના આઝામીએ ‘દીપિકા બચાઆે’ કેમ્પેઇન શરૂ કર્યું છે. તેના હેઠળ તેણે લગભગ દરેક અભિનત્રીઆે પાસે એક અરજી પર સાઇન કરાવી છે, જેમાં દીપિકાની સુરક્ષા માટે વાત કરાઇ છે અને તે અરજી પર હેમા માલિની, જયા બચ્ચન, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, વિદ્યા બાલન, અનુષ્કા શમાર્, પ્રિયંકા ચોપડા, પરિણીતી ચોપડા, સોનાક્ષી સિંહા જેવી અભિનેત્રીઆેએ સાઇન કરી છે. આ અરજી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવનાર છે. અહેવાલો અનુસાર જ્યારે આ અરજી કંગના પાસે આવી તો તેણે યાદીમાં સાઇન કરવા માટે ના પાડી દીધી. આ નિર્ણયથી શબાના આઝમી આòર્યમાં પડી ગઇ, પણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંગનાએ તેમાં સાઇન કરવાનો એટલે ઇન્કાર કરી દીધો કે તે એવું માને છે કે તે જ્યારે રિતિક રોશન અને આદિત્ય પંચોલીની વિરુÙ હતી ત્યારે બાૅલીવૂડ કેમ ચૂપ હતું કે તેની વિરુÙ હતું. તે સમયે કોઇએ તેને સાથ નહોતો આપ્યો.

print

Comments

comments

VOTING POLL