કંગના રણોતને તેનો રાજા નથી મળી રહ્યો

November 14, 2017 at 7:28 pm


કંગના રણોટની નમણિકર્ણિકાથ ફિલ્મ વિવિધ કારણોસર ચર્ચાનો વિષય બની રહે છે. તેની છેલ્લી ફિલ્મ નસિમરનથ બાકસઆફિસ પર નિષ્ફળ ગઈ હતી, આથી આ ફિલ્મની સફળતા તેના માટે જરૂરી છે. ‘મણિકર્ણિકા: ઝ કવીન આફ ઝાંસી’માં કંગના ઉપરાંત અંકિતા લોખંડે, સુરેશ આબેરોય, વૈભવ તત્વવાડી અને નિહાર પંડયા જેવા કલાકારો છે, પણ અત્યારે ફિલ્મ માટે પ્રશ્ર્ન એ ઊભો થઈ રહ્યો છે કે ફિલ્મમાં તેના પતિનું પાત્ર કોણ ભજવશે? કારણ કે સર્જકોને કંગનાની સામે લીડ કેરેકટરમાં મેલ લીડ માટે કોઈ હીરો નથી મળી રહ્યો. કોઈ મોટા હીરો કંગના સાથે કામ કરવા નથી માગતા.
આ કેરેકટર ઝાંસીના મહારાજા ગંગાધર રાવ નેવલકરનું છે. અત્યારે કંગનાની રીતિક રોશન સાથેનો જે વિવાદ ચાલી રહ્યો છે અને તેમાં તિખારા ઝરતાં નિવેદનો આપી રહી છે. આથી જ કહેવાય છે કે કંગનાના પતિનો રોલ કરવા કોઈ મોટો હીરો તૈયાર નથી. આ નકવીનથને હજુ પણ તેના કિંગને શોધી રહી છે, યારે દીપિકા પદુકોણની નપધ્માવતીથ અન્ય એક મેગ્નમ ઓપસ રીલિઝ માટે તૈયાર છે. તેમાં શાહિદ કપૂર રાજા રતન રાવલનો રોલ કરી રહ્યો છે, પણ મણિકર્ણિકામાં હજુ પણ કંગનાને હીરો નથી મળી રહ્યો.

તાજેતરમાં કંગનાનું ઝાંસીની રાણીનું ભવ્ય લૂક બહાર પડું હતું, જેમાં તે બહત્પ સુંદર લાગે છે, એવું પણ કહેવાય છે કે દીપિકાનું નપધ્માવતીથનું લૂક લોકોને આકર્ષી રહ્યું છે અને ચર્ચાસ્પદ બન્યું છે. તેનાથી કંગના ખુશ નથી. આથી તેણે પણ પોતાનું ઝાંસીની રાણીનું રૂપ બહાર પાડી દીધું. શું કંગના દીપિકાથી અસલામતી અનુભવે છે? જે હોય તે, પણ દીપિકાની ફિલ્મ પૂરી થઈ ગઈ છે અને આરામની ઐંઘ ખેંચી રહી છે, ત્યારે કંગનાને હજુ તેનો રાજા પણ નથી મળી રહ્યો. આથી જો જાણીતો હીરો તેને નહીં મળે તો તેણે નવા હીરોની તલાશ કરવી પડશે. રીતિક સાથેનું તેનું લફરું અત્યારે બહત્પ ચગ્યું છે.
છેલ્લાં દોઢ–બે વર્ષથી બંને એકબીજા પર આક્ષેપોનો મારો ચલાવી રહ્યાં છે – તે અગાઉ અધ્યયન સુમન સાથેના સંબંધોને કારણે પણ તેને નામોશી મળી હતી. આથી દેખીતું છે કે તેની સાથે કોઈ હીરો કામ કરતા અચકાય. હવે જોઈએ ફિલ્મ કયારે આગળ વધે છે.

print

Comments

comments

VOTING POLL