કંડલા એરપાેર્ટ વિસ્તારમાં 4પ.4 ડિગ્રી સાથે કાળઝાળ ગરમી

May 16, 2018 at 9:33 pm


રાજ્યનું સાૈથી ગરમ સ્થળ ઃ ભુજમાં પણ તાપમાન 1.6 ડિગ્રી વધી 41.6 ડિગ્રીએ પહાેંચી ગયું

ભલે કચ્છમાં હીટવેવની આગાહી ન હોય પરંતુ જાણે કે, કંડલા એરપાેર્ટ (અંજાર, વરસામેડી, ગળપાદર) ખાતે આજે તાપમાન 3.3 ડિગ્રી વધી 4પ.3 ડિગ્રી થયંુંહતું. ભુજમાં પણ તાપમાન 1.6 ડિગ્રી વધી 41.6 ડિગ્રી થયુંહતું. આજે કંડલા એરપાેર્ટ 4પ.3 ડિગ્રી સાથે રાજ્યનું પ્રથમ સાૈથી ગરમ સ્થળ બન્યું હતું.

ભુજમાં આજે મહત્તમ તાપમાન 1.6 ડિગ્રી વધી 41.6 ડિગ્રી થયું હતું. લઘુત્તમ તાપમાન પણ રપ.4 ડિગ્રી હતું. ભેજનું પ્રમાણ સવારે 8ર ટકા અને સાંજે ર7 ટકા હતું. જ્યારે દક્ષિણ પશ્ચિમની દિશા સાથે પવનની સરેરાશ ઝડપ 11 કિ.મ. હતી.
જોકે બપાેરના 1થી 4 વાગ્યા દરમિયાન ભુજનું તાપમાન 43 ડિગ્રી આસપાસ નાેંધાયું હતું.

જ્યારે કંડલા એરપાેર્ટ ખાતે તાપમાન સીધુ 3.3 ડિગ્રી વધ્યું હતું. અને 4પ.3 ડિગ્રી સાથે તેની સાથે સંકળાયેલો આખો વિસ્તારમાં મોસમની સાૈથી વધુ ગરમી પડી હતી. અને કંડલા એરપાેર્ટ આજે રાજ્યનું પ્રથમ નંબરનું ગરમ સ્થળ બન્યું હતું. કંડલા એરપાેર્ટ સાથે સંકળાયેલા ગળપાદર વરસામેડી અને અંજાર વિસ્તારમાં બપાેરના 1થી 4 દરમિયાન 46 ડિગ્રી કરતાં વધુ તાપમાનનાે અનુભવ થયો હતાે.

કચ્છમાં ભલે હવામાન ખાતું ગમે તે આંકડા કહેતું હોય પણ ગરમીનું પ્રમાણ વધારે છે તે તાે હકિકત છે.
મહત્તમ તાપમાનના મોરચે 4પ.3 ડિગ્રી સાથે કંડલા એરપાેર્ટ પ્રથમ નંબરે હતં તાે 44 ડિગ્રી સાથે ગાંધીનગર બીજા નંબરે અને 43.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર ત્રીજા નંબરે હતું.

આજે મહત્તમ તાપમાન 1 કેન્દ્રમાં 4પ ડિગ્રી હતું. વધી અને એકે કેન્દ્રમાં 44 ડિગ્રી વધુ હતું. જ્યારે 4 કેન્દ્રાેમાં તાપમાન 43 ડિગ્રીથી વધારે હતું. હવામાન ખાતાના બુલેટીનમાં મહત્તમ તાપમાન 41થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા દશાૅવી છે. જોકે સત્તાવાળાઆે દ્વારા હીટવેવની કોઈ આગાહી કરવામાં આવી નથી.

print

Comments

comments

VOTING POLL