કંડલા પાસે બે ટ્રક પલટી જતાં ટ્રાફિકજામ

August 18, 2018 at 11:52 am


મોરબીના અકસ્માત ઝોન બની ગયેલા નવલખી ફાટક નજીક ડીવાઈડર સાથે અથડાયા બાદ બે ટ્રક પલટી મારી ગયા હતા અને બે ટ્રક પલટી મારી જતા રોડ બ્લોક થતા ટ્રાફિકજામ સજાર્યો છે જેથી ટ્રાફિક ક્લીયર કરાવવા પોલીસ મથામણ કરી રહી છે

મોરબીના નવલખી ફાટકથી વાવડી ચોકડી જતા રોડ પાર વચ્ચે આવતી ડીવાઈડર સાથે એક ટ્રેઇલર અથડાયા બાદ પલટી મારી ગયું હતું તેમજ એક ડમ્પર પણ પલટી ગયું હોય મોડી રાત્રીના સમયે બે વાહનો રોડ પર Kઘા પડતા વહેલી સવારે ચક્કાજામ સજાર્યો હતો તો ટ્રાફિક શાખાના પીએસઆઈ પી.આર.વાઘેલા સહિતની ટીમ દોડી ગઈ હતી અને ક્રેઇન બોલાવી ક્રેઇનની મદદથી ટ્રાફિક ક્લીયર કરાવવા મથામણ કરી રહ્યા છે તો આ રોડ પરથી પસાર થતા વાહનચાલકો પરેશાનીમાં મુકાયા છે.

print

Comments

comments

VOTING POLL