કંપનીઓ માટે પણ આવશે આધારકાર્ડ

February 1, 2018 at 3:15 pm


દેશના મોટાભાગના નાગરિકોને અલગ ઓળખ નંબર આપી ચુકેલી સરકાર હવે કંપનીઓને પણ ખાસ પ્રકારના ઓળખ નંબર આપશે. નાણામંત્રી અરૂણ જેટલીએ આજે પોતાની બજેટ સ્પીચમાં આ જાહેરાત કરી હતી. આ જાહેરાત અનુસાર કંપનીઓએ પણ હવે આધારકાર્ડ બનાવવા પડશે.
અરૂણ જેટલીએ કહ્યું હતું કે, સરકાર તમામ કંપનીઓને એક યુનિક આઈડી આપવામાં માટે આધાર જેવી જ એક યોજના લઈને આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આધાર મારફત સરકારી યોજનાઓમાં ભ્રષ્ટ્રાચાર અને સબસિડી લીકેજને રોકવા માટે સરકારને મદદ મળી છે. હવે સરકાર આધારકાર્ડ મારફત ખાનગી કંપનીઓમાં ભ્રષ્ટ્રાચાર તેમજ બનાવટી કંપનીઓ ઉપર નિયંત્રણો લાવવા માગે છે.
સરકાર આ પહેલા જ ત્રણ લાખથી વધુ બનાવટી કંપનીઓના લાઈસન્સ રદ કરી ચુકી છે. સરકારે નોટબંધી પછી પણ શંકાસ્પદ પ્રવૃતિઓમાં ગળાડુબ આવી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરી છે

print

Comments

comments

VOTING POLL