કચ્છના પ્રવાસી શિક્ષકોને નિયમિત માનદ વેતન આપવામાં તંત્રની ઉદાસીનતા

March 17, 2017 at 8:25 pm


છ માસથી પગાર ચુકવાયો ન હોવાનાે આક્ષેપ ઃ વડાપ્રધાન સહિતને વારંવાર રજુઆત છતાં પરીણામ શુન્ય

કચ્છ જિલ્લામાં પ્રવાસી શિક્ષકો તરીકે ફરજ બજાવતા શિક્ષકોને માનદવેતન આપવામાં વહીવટી તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. આ અંગે વડાપ્રધાન સહિત ઉચ્ચ સ્તરે પણ અનેક વખત રજુઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થતી ન હોવાનાે આક્ષેપ કરવામાં આવી રહ્યાાે છે.

આ અંગે પ્રવાસી શિક્ષક સમિતિના પ્રમુખ મહેશ્વરી કાનજીભાઈ દામજીભાઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર, વિરોધપક્ષ સહિતના રાજકીય – પદાધિકારી, સરકારી અધિકારીઆેને રજુઆત કરી હોવા છતાં પણ આ સમસ્યાનાે કોઈ જ ઉકેલ આવતાે ન હોવાનું જણાવ્યું હતું.

તેમણે કચ્છમાં આશરે 644 જેટલા પ્રવાસી શિક્ષકો ફરજ બજાવે છે, કચ્છના અતરીયાળ વિસ્તારોમાં પુરી નૈતિકતા અને પ્રમાણીકતાથી બાળકોને શિક્ષણ આપવાનું કાર્યકતાૅ આવા શિક્ષકોને છેલ્લા સાડા છ માસથી માનદ વેતન ચુકવવામાં આવ્યું ન હોવાનું જણાવ્યું હતુ.

તેમજ વડાપ્રધાનને પાઠવેલા પત્રમાં આ અંગે તપાસ કરવામાં આવે તાે સરકારમાંથી ગ્રાન્ટ મળી ન હોવાનું જણાવાય છે, સરકાર ગ્રાન્ટ આપે તાે જિલ્લામાંથી નથી આવી કે તાલુકામાંથી નથી આવી તેવો પ્રત્યુતર આપવામાં આવે છે. સરકારી અધીકારીઆે સામે પણ આ પગલા આક્ષેણ કરી કચ્છના પ્રવાસી કાર્યકતાૅઆેને નિયમિત પગાર આપે તેવું નક્કર આયોજન કરવાની માંગણી કરી છે.

print

Comments

comments

VOTING POLL