કચ્છના સાંગરકાંઠે બે દિવસીય કવાયત

April 20, 2017 at 9:20 pm


કોસ્ટગાર્ડ, સીમા સુરક્ષાદળ, ભારતીય લશ્કર દળ, પાેલીસ સહિતની એજન્સીઆે જોડાશે

ભુજ ઃ ભારત પાકિસ્તાનની રણ સીમાને અડકીને આવેલા સરહદી કચ્છ જિલ્લામાં સાગર કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છની દરિયાઈ સરહદે વધુ સજાગ રહેવાના ઉદેશ્ય સાથે સાગર કવાયત આગામી ર3 અને ર4 એપ્રિલના યોજાનાર છે. સાગર કવાયતમાં કોસ્ટગાર્ડ, બીએસએફ, ભારતીય લશ્કર દળ, પાેલીસ, સહિત તમામ એજન્સીઆે જોતરાશે એસઆેજીના પીઆઈ રોહિતિંસહ ડોડીયાના જણાવ્યા પ્રમાણે આ કવાયત દર વષેૅ યોજાતી હોય છે. આ કવાયતના ભાગરૂપે તમામ એજન્સીઆે એલર્ટ રહીને ઘુણસખોરીના બનાવોને કેમ અટકાવવા અંગે મોકડ્રીલ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાગર કવાયતની પૂર્વ તૈયારીઆે આરંભાઈ છે. કચ્છના મહત્વના જખૌ, કોટેશ્વર, માંડવી, મુંદરા, સહિતના દરિયાઈ વિસ્તારોમાં એજન્સીઆેને એલર્ટ કરી દેવાઈ છે.

છેલ્લા ઘણાં સમયથી જખૌની આંતરરા»ટ્રીય જળ સીમા પર અવારનવાર પાકિસ્તાની માછીમારો ઝડપાતા હોય છે ત્યારે આ પરિસ્થિતિમાં એલર્ટ જરૂરી છે. ભારત – પાકિસ્તાન વચ્ચે હાલ તનાવભરી પરિસ્થિતિ જોઈ શકાય છે.અ ાવા સમયે એજન્સીઆે પણ વધુ સજાગ બનવા પામી છે. તમામ સરહદી વિસ્તારોમાં જાપ્તાે વધારાયો છે તેવું સુત્રોનું કહેવું છે.

print

Comments

comments

VOTING POLL