કચ્છની બેન્ક આેફ બરોડાની શાખાઆેને પુરતી રોકડ મળતી નથી

January 5, 2017 at 8:45 pm


મહિનામાં 70થી 80 કરોડની માંગણી સામે માત્ર 30થી 40 કરોડ મળતા હોવાની વેદના ઃ લોકોને હાલાકી ઃ કચ્છને વધુ એક અન્યાય

કચ્છમાં બેન્ક આેફ બરોડાની 4ર બ્રાન્ચ આવેલ છે. અને તેમાં પુરતા નાણા આર.બી.આઈ આપતી ન હોવાથી બેન્ક સાથે જોડાયેલ ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા છે.

ભુજમાં આવેલ અને ચેસ્ટ ધરાવતી બેન્ક આેફ બરોડાની આ શાળાઆેને માસીક 70થી 80થી કરોડથી વધુ રૂપિયાની જરૂરત હોય છે. પણ નાેટબંધી બાદ અઠવાડિયે 1 કરોડ જેટલી રકમ આવે છે તેથી ખાતેદારોને જે ર4 હજાર રૂપિયા ઉપાડવાની છુટ છે. તે રકમ આપી શકાતી નથી અને ગ્રાહકોના રોષનાે ભોગ કર્મચારી અધિકારી બની રહ્યાા છે.
ભુજ ચેસ્ટને ક્રેશ અમદાવાદ, રાજકોટ તથા સીધી આર.બી.આઈ. આપે છે. 4ર બ્રાન્ચો પૈકી બી.આે.બી.ની ઘણી બ્રાન્ચો ગ્રામીણ વિસ્તારમાં છે. જે રકમ ચેસ્ટમાં આવે છે તે રકમમાંથી 4ર બ્રાન્ચોને પૈસા પહાેંચતા કરાય છે. અઠવાડિયે 7 કરોડ રૂપિયા આવી રહ્યાા છે જે 4ર બ્રાન્ચ માટે અત્યંત અપુરતા છે.

બેન્કની રીઝ્યુનલ આેફિસ ભુજમાં છે. ચેસ્ટ પણ ભુજમાં છે. દરરોજ રીઝર્વ બેન્કને પત્રો લખી મેલ દ્વારા પુરતી કરન્સી આપવા વિનંતી કરાય છે. પણ આર.બી.આઈ. આવી કોઈ વિનંતી ધ્યાને લેતી નથી તેમ બેન્કના વતુૅળોએ જણાવ્યું હતું.

બેન્ક આેફ બરોડાની ભુજ બ્રાન્ચમાં નાેટબંધી પહેલા 400 ચેક દરરોજ આવતા હતા. હવે એક હજારથી વધુ ચેક દરરોજ આવી રહ્યાા છે. તેથી ડિજીટાલાઈઝેશનની અસર પણ દખાઈ રહી છે. બેન્ક દ્વારા તેમના ખાતેદારોને સ્વેપ મશીન જેને બેન્ક પી.આે.એસ. મશીન કહે છે. તેવા 60 મશીનાે કોઈ પણ ભાડું લીધા વગર આપેલ છે. જેથી કેશ-લેશ વ્યવહારને પ્રાેત્સાહન મળે.
પરંતુ રોજબરોજના વ્યવહારમાં રોકળની તીવ્ર તંગી છે. કચ્છને થતા અનેક અન્યાય થતા રહે છે તે પૈકી બેન્કોને નાણા આેછા આપી ઉપરથી અન્યાય થઈ રહ્યાાે છે. પદાધિકારીઆે ભલે દાવા કરે પણ નિયમિત કેશ મળવી જોઈએ તે પ્રમાણે કચ્છને મળતી નથી તે હકિકત છે.

print

Comments

comments

VOTING POLL