કચ્છમાં આજથી છુટાછવાયા હળવા વરસાદની શકયતા

July 16, 2017 at 11:20 pm


આજ બપાેર સુધીમાં એકાદ સ્થળે ભારે વરસાદ પડી શકે ઃ હવામાન નિ»ણાતાેનાે મત

હવામાન ખાતા દ્વારા આવતીકાલ બપાેર સુધી કચ્છ સહિતના ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ચાલુ રાખી છે. ભુજના હવામાન ખાતાના પ્રભારી રાકેશ કુમારે સીસ્ટમ હવે પાકિસ્તાન તરફ વળી ગઈ છે. પણ તેની અસર રૂપે કચ્છમાં છુટાછવાયા ઝાપટા પડશે.

આજે સાંજે હવામાન ખાતાની અમદાવાદ કચેરીના બુલેટીનમાં તા. 17મીની બપાેર સુધી કચ્છમાં અમુક સ્થળે ભારે અને અમુક સ્થળે છુટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. જયાર પછી તમામ સ્થળે છુટો છવાયો હળવાથી સામાન્ય વરસાદ પડશે તેવું જણાવાયું છે. ભુજ િસ્થત હવામાન ખાતાના પ્રભારી રાકેશ કુમારે આજકાલ સાથે ટેલીફોન પર વાતચીત કરતાં કહ્યું કે, સીસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઈ છે તેથી જ સવારથી વાતાવરણ બદલાયું છે. અમુક સમયે ઉઘાડ અને અમુક સમય વાદળછાયું વાતાવરણ છે. તેમના કહેવા પ્રમાણે કાલ બપાેર સુધી એકાદ સ્થળે ભારે વરસાદ પડી શકે છે. પણ ત્યારબાદ ત્રણ દિવસ સુધી હળવાથી સામાન્ય છુટાછવાયા વરસાદની શકયતા છે.

print

Comments

comments

VOTING POLL