કચ્છમાં આતંકી પ્રવૃત્તિની દહેશતને પગલે હાઇ એલર્ટ: શંકાસ્પદને શોધવા કવાયત

February 17, 2017 at 6:59 pm


કચ્છના દરિયાકિનારાનો ઉપયોગ કરી આતંકવાદી પ્રવૃત્તિ કરવાનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. એક શખ્સ ચાર બોક્સ સાથે કચ્છમાં પ્રવેશ્યો હોવાને લઇને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે. આતંકવાદી હુમલાની દહેશતને પગલે હાઇ એલર્ટ જાહેર કરી દેવાયું છે.

રાજ્યમાં આતંકવાદી હુમલાની દહેશતની આશંકા પ્રબળ બની છે. ગુપ્ત જાણકારી મળી છે કે આતંકવાદી હુમલા માટે કચ્છના દરિયાકિનારાનો ઉપયોગ થઇ રહ્યો છે. ચાર બોક્સ સાથે એક શખ્સ કચ્છમાં પ્રવેશ્યો હોવાની બાતમી સામે આવી છે.

આતંકવાદી હુમલાના ઇનપુટ્સને પગલે પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે અને આતંકી શખ્સને શોધવા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા શહેર સહિત તમામ વિસ્તારોમાં નાકાબંધી કરી શખ્સને ઝડપી લેવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે તેમજ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

print

Comments

comments

VOTING POLL