કચ્છમાં કુપાેષીત બાળકોનાે સાંચો આંક જાણવા રિસવેૅનાે નિર્ણય

August 11, 2017 at 10:29 pm


તાજેતરમાં કરવામાં આવેલી તપાસમાં બહાર આવેલા આંકડામાં ખાસ્સાે તફાવત સામે આવતાં ચાેંકી ઉઠેલા જીલ્લા પંચાપંચાયતના પ્રમુખ ઃ તાકિદી બેઠક બાેલાવી પંદર દિવસમાં રિસવેૅની કામગીરી પૂર્ણ કરવાની સુચના

કચ્છમાં અત્યારે 172 જેટલા અતિકુપાેષીત બાળકો હોવાનું આઇસીડીએસ વિભાગ દ્વારા તપાસ બાદ તારણ કાઢવામાં આવ્યું છે. પરંતુ અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદરા ખાતે કરવામાં આવેલા સવેૅમાં કુપાેષીત બાળકોની સંખ્યા 43ની સામે આવી છે, જ્યારે આઇસીડીએસ વિભાગનાં સવેૅમાં માત્ર 14 બાળકો જ હોવાનું જાણવા મળતાં હકીકતે જીલ્લામાં કેટલા બાળકો કુપાેષીત છે તેનાે સાંચો આંક મેળવા માટે રિસવેૅની કામગીરી કરવાનાે નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જીલ્લા પંચાયત પ્રમુખ કૈાશલ્યાબેન માધાપરીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું.

આ માટે આજરોજ આઇસીડીએસનાં અધિકારી, કર્મચારીઆે, સીડીપીઆે અને અદાણી ફાઉન્ડેશનનાં પ્રતિનિધિઆે,આયુવેૅદ અને હોમીયોપેથી વિભાગનાં અધિકારીઆે સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિસવેૅની કામગીરી આગામી પંદર દિવસમાં પૂર્ણ કરવાની તાકિદ આપવામાં આવી છે. કારણકે ઝડપભેર રિસવેૅની કામગીરી પૂર્ણ કરવામાં આવે તાે તેઆેને તંદુરસ્ત કરવા માટે, સારી રીતે તેઆે જીવન જીવી શકે તે માટે ત્વરીક પગલા લઇ શકાય.

વધુમાં તેમણેે અત્યારે આંગણવાડીનાં બાળકોને સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધાઆે આપવામાં આવે છે, તે જોતાં બાળકો કુપાેષીત રહે તેવો સવાલ જ ઉઠવા પામતાે નથી, ત્યારે બાળકોમાં કોઇ રોગતાે નથી તે બાબતની ચકાસણી માટે પણ ખાસ ચાઇલ્ડ સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર દ્વારા તપાસનાે દોર હાથ ધરવામાં આવશે. અને તેમના દ્વારા અપાયેલી સુચના તેમજ દવાની સાથે સાથે બાળકોને ખોરાકની પ્રાધાન્યતા આપવામાં આવશે.
અંમતાં તેમણે આજની બઠકમાં ચેરમેન ભાવનાબેન પણ ખાસ હાજર રહ્યાા હતાં, તેઆેએ પણ વખતાેવખત આંગણવાડીઆેની ચકાસણી કરવામાં આવી છે, અને ત્યા બાળકોને અપાતા ભોજન સહિતની બાબતાેની ચકાસણી કરવામાં આવી છે, ત્યારે કુપાેષીત બાળકો માટે ફરીવાર રિસવેૅની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે જીલ્લામાં હકીકતે 172 કુપાેષીત બાળકો છે કે તેના કરતાં વધુ બાળકો છે તેનાે પણ ખ્યાલ આવી જશે તેમ તેમણે જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL