કચ્છમાં સ્વાઇન ફ્લુએ વધુ એકનાે ભોગ લીધો

September 12, 2017 at 9:26 pm


આદિપુરની 70 વષીૅય મહિલાએ છેલ્લા શ્વાસ લેતાં મૃત્યુ આક વધીને 37 ઃ બે બાળક સહિત વધુ ચાર લોકો રોગનાે ભોગ બન્યાં

કચ્છમાં સ્વાઇન ફ્લુનાં કહેરે વધુ એક વૃધ્ધનાે ભોગ લેતાં મૃત્યુઆંક વધીને 37 ઉપર પહાેંચી ગયો છે, તાે આજે બે બાળકો સહિત વધુ ચાર કેસ નાેંધાતા પાેઝીટીવ કેસનાે પણ આંક વધીને 229 ઉપર પહાેંચી ગયો છે. આજે નાેંધાયેલા કેસમાં માંડવીની બે વર્ષની બાળકી,માધાપરનું બે વર્ષનું બાળક, તુણાના 32 વષીૅય યુવાન અને અંજારનાં 60 વષીૅય મહિલાનાે સમાવેશ થતાે હોવાનાં અહેવાલો સાંપડી રહ્યાાં છે.

અંતમાં તેમણે આજરોજ નાેંધાયેલા ચાર કેસ પૈકી એકની હાલત ગંભીર હોતા ઓકસીજન ઉપર રાખવામાં આવેલ છે, જ્યારે બાકીનાં ત્રણેય દરદીઆેની હાલત સ્ટેબલ હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, હાલે વિવિધ હોસ્પિટલમાં કુલ 15 જેટલા દરદીઆે સારવાર લઇ રહ્યાાં છે, જ્યારે 177 જેટલા દરદીઆે રોગમુક્ત થતાં દવાખાનામાંથી રજા આપી દેવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL