કચ્છમાં 16થી ર0 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયું

June 14, 2018 at 9:13 pm


હજી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન ખાતાનું તારણ

કચ્છમાં 19મી સુધી વરસાદની કોઈ આગાહી નથી. મહત્તમ તાપમાન ઘટતા ગરમીમાં થોડી રાહત છે. આજે પવનની ઝડપ વધી છે. આખો દિવસ જોરદાર પવન ફુંકાતાે રહ્યાાે છે. ભુજમાં પવનની સરેરાશ ઝડપ ભલે 1ર6 કિ.મી.ની હોય પરંતુ દિવસના અમુક સમયે તાે પવનની ઝડપ ર0થી રર કિ.મી.ને વટાવી ગઈ હોવાનું જાણકારો કહે છે.

ભુજમાં આજે ભેજનું પ્રમાણ સામાન્ય હતું. લઘુત્તમ તાપમાન ર8.6 અને મહત્તમ તાપમાન 3પ.9 હતું. એટલે મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે માત્ર સાત ડિગ્રીનાે તફાવત હતાે. બપાેરે અઢી વાગ્યા બાદ પણ પવનની ઝડપ ર0 કિ.મી. કરતાં વધુ હોવાનું જાણકારો કહે છે. મહત્તમ તાપમાન માંડવીમાં 36.4 ડિગ્રી, નલિયામાં 3પ.4 ડિગ્રી કંડલા પાેર્ટ ખાતે 36.4 ડિગ્રી અને કંડલા એરપાેર્ટ ખાતે 36.6 ડિગ્રી હતું. જ્યારે લઘુત્તમ તાપમાન માંડવીમાં ર8 ડિગ્રી, નલિયામાં ર9.પ ડિગ્રી, કંડલા પાેર્ટ ખાતે ર9.6 ડિગ્રી અને કંડલા પાેર્ટ ખાતે ર9 ડિગ્રી હતું.

હવામાન ખાતાના બુલેટીનમાં જણાવાયા પ્રમાણે આવતા પાંચ દિવસ સાૈરા»ટ્ર અને દક્ષિણ ગુજરાતમા હળવા વરસાદની આગાહી છે. પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છમાં સુકા હવામાનની જ આગાહી છે. કચ્છના તમામ કેન્દ્રાેમાં આજે સતત પવન ફુંકાતાે રહ્યાાે હતાે. એક તબક્કે ઘરમાં બફારો લાગે અને બહાર પવનની ઝડપ હલબલાવી નાખે તેવી સ્થિતિ હતી. આજે પણ 40.8 ડિગ્રી સાથે ભાવનગર રાજ્યનું સાૈથી ગરમ સ્થળ હતું.

print

Comments

comments

VOTING POLL