કચ્છમાં 20 મેડિકલ સ્ટોસૅનાં સંચાલકો સામે નિયમભંગ સબબ કેસ

March 12, 2018 at 10:47 pm


અમુક સ્ટોસૅમાં રજીસ્ટર ફાર્મશીસ્ટ ગેરહાજર તાે અમુકમાં એક્સપાયરી ડેટની સંગ્રહ કરેલી દવાઆેનું વેચાણ થતું આબાદ ઝડપાયું ઃ તેજલ મહેતા

ડ્રગ્સ વિભાગ દ્વારા જીલ્લાનાં મેડિકલ સ્ટોસૅની આેચીંતી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન ખાસ કરીને ફામાૅશીસ્ટની ગેરહાજરી, વગર દવાનું વેચાણ, એક્સપાયરી ટેડની દવાનાે સંગ્રહ સહિતનાં વિવિધ મેડિકલ સ્ટોસૅ સામે કુલ 21 જેટલા કેસ નાેંધવામાં આવતાં મેડિકલ સ્ટોસૅનાં સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતાે.

આ બાબતે વધુ માહિતી આપતાં ડ્રગ્સ ઇન્સપેક્ટર તેજલ દવેએ જણાવ્યું હતું કે, જીલ્લામાં કાર્યરત મેડિકલ સ્ટોસૅનું અવાર-નવાર ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવતી રહી છે, ત્યારે આજરોજ ખાસ ડ્રાઇવ હાથ ધરીની જીલ્લાનાં વિવિધ તાલુકામાં કાર્યરત મેડિકલ સ્ટોસૅની આેચિંતી તપાસણી હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ દરમ્યાન ખાસ કરીને રજીસ્ટર ફાર્મશીસ્ટની ગેરહાજરીમાં દવાનું વેચાણ થતું હોય તેવા 8 જેટલા મેડિકલ સ્ટોસૅ ધ્યાને આવ્યા, જ્યારે નશાયુક્ત હેબિટ ફોમિંગ દવાઆેનું વેચાણ કરતાં 8 મેડિકલ સ્ટોસૅ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે એક્સપાયરી ડેટ થઇ ગયેલી દવાનઆેનું સંગ્રહ અને તેનું વેચાણ કરાતુ હોય તેવા 4 મેડિકલ સ્ટોસૅ સામે આવ્યા છે.

અંતમાં તેમણે આ વખતની મેડિકલ સ્ટોસૅની તપાસણીની ખાસ ડ્રાઇવ દરમ્યાન કુલ 20 જેટલા મેડિકલ સ્ટોસૅનાં સંચાલકો નિયમ ભંગ કરતાં જોવા મળ્યા હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, આગામી દિવસાેમાં પણ આજ રીતે વિવિધ મેડિકલ સ્ટોસૅનાં ચેકીંગની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL