કઝાકસ્તાન કોન્ફરન્સમાં સંશોધન કરશે ડો. શ્રુતિ શાહ

September 13, 2017 at 1:51 pm


કેન્સરના દદ}આે માટે કાર્યરત એવા ભાવનગરના પ્રયાસ હોપિયોપેથી કેન્સર રિસર્ચ ફાઉન્ડેશનના સંશોધન ડો. શ્રુતિ શાહને સોવિયેત યુનિયનના કઝાકસ્તાન ખાતે આયોજીત ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં કેન્સર અંગેનું પોતાનુ સંશોધન પેપર રજુ કરવા આમંત્રીત કરાયા છે. આ આમંત્રણ મેળવનારા તેઆે એકમાત્ર ગુજરાતી તબીબ છે. કઝાકસ્તાનના અલમાટી માટે એશીયન હોમિયોપેથી મેડીકલ લીગ એએચએમએલ દ્વારા આયોજીત આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં વિશ્વભરના સંશોધકો તેમના સંશોધન પેપર રજુ કરશે. જેમાં ભાવનગરના કેન્સરના હોમિયોપેથી નિષ્ણાંત ડો. શ્રુતી શાહને પણ આમંત્રીત કરાયા છે. તેઆે ત્યાં કેન્સરના ઉદભવમાં જીવાણુ તથા જાતી સંસર્ગની ભુમીકા અંગે પોતાનું સંશોધન પેપર રજુ કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે તેઆે આ પહેલા સ્5ેન, પેરીસ, મુંબઇ વગેરે ખાતે આયોજીત ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં કેન્સર અંગેનું પોતાનું સંશોધન પેપર રજુ કરી વિશ્વ સ્તરે ભારતનુ નામ રોશન કરી ચુકયા છે.

print

Comments

comments

VOTING POLL