કડીયાવાડની લુંટ ગુન્હાનો ભેદ ઉકેલાયો: ત્રિપુટી ઝડપાઇ

May 16, 2018 at 1:44 pm


જામનગરના કડીયાવાડ વિસ્તારમાં તાજેતરમાં જ વૃધ્ધને માર મારીને લુંટ ચલાવ્યાનો બનાવ બન્યાે હતો, અજાÎયા શખ્સો સામે ફરીયાદ થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરીને પેટ્રાેલીગ દરમ્યાન લુંટનો મુદામાલ વહેંચવા નીકળેલા ત્રણ શખ્સોને લીમડાલાઇન વિસ્તારમાંથી કુલ 1.22 લાખના મુદામાલ સાથે દબોચી લીધા હતા. જામનગર શહેરમાં લુંટ તથા ચોરીના ગુન્હા શોધવા પોલીસ અધિક્ષક પ્રદિપ શેજુળની સુચના અને અધિક પોલીસ અધિક્ષક ઉમેશ પટેલના માર્ગદર્શન મુજબ સીટી-બી ડીવીઝન પો.સ્ટે નો સ્ટાફ પેટ્રાેલીગમા હતો તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે જામનગર લુંટના ગુન્હામાં સંડોવાયેલ ત્રણ ઇસમો લુંટ કરેલ મુદામાલ લીમડાલાઇન વિસ્તારમાં વહેંચવા માટે જવાના હોય હકિકત આધારે વોચમા હતા દરમ્યાન આરોપી સેહજાદ ઉર્ફે ફૈજલ ગુલજારભાઇ સુમરા (ઉ.વ.23) ઇકબાલ ઇસરાભાઇ શેખ-સીપાઇ રે. ગુલાબનગર, વાંજાવાસ નવનાલા, અસગર અલ્લારખાભાઇ મકવાણા-વાઘેર રે. ગરીબનગર પાણાખાણ વાળાને પકડી પાડેલ. આરોપીઆેની સધન પુછપરછ દરમ્યાન પોતે ત્રણેયે મળી બે મોબાઇલ ફોન તથા સોનાનો ચેઇનની લુંટ કરી ગુનાને અંજામ આપેલ જે લુંટનો તમામ મુદામાલ મળી કુલ કિ. રૂા. 1.22.000નો ત્રણેયના કબ્જામાંથી કબ્જે કરેલ છે. આ કાર્યવાહી સીટી-બી પીઆઇ આર.જી.જાડેજા, પીએસઆઇ વી.એસ. લાંબા, એએસઆઇ પ્રતાપસિંહ, હેડ કોન્સ. ભગીરથસિંહ, જોગીન્દરસિંહ, જયપાલસિંહ, હિતેન્દ્રસિંહ, લાખનસિંહ તથા અમિતભાઇ દ્વારા કરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL