કડી નિંદા અને ઠોસ કદમ…

July 14, 2017 at 7:49 pm


ધરતી પરના સ્વર્ગને આતંકવાદ નામનું ગ્રહણ લાગી ગયું છે. ખગ્રાસ અને ખંડગ્રાસ ગ્રહણથી પણ વધુ અપશુકનીયાળ કહી શકાય તેવું આ ગ્રહણ નિર્દોષ માણસોને ભરખી રહ્યું છે. આતંકવાદીઓની આ લડાઈ કહેવાતી આઝાદી માટે સરકાર સામે છે પરંતુ તેમાં નિર્દોષોનો ભોગ લેવાઈ રહ્યો છે અને સરકાર ‘કડી નિંદા’ અને ‘ઠોસ કદમ’થી આગળ વધતી નથી. કદાચ સરકાર એવું માનતી હશે કે તેમના આ બે કઠોર શબ્દથી 2000 જેટલા આતંકવાદીઓ ઘાયલ થઈ જશે અને થરથર કાંપી ઉઠશે. વાસ્તવમાં આવું નથી. આવી ધમકીઓને તો આતંકવાદીઓએ લુઈને ફેંકી દીધી છે. અમરનાથના યાત્રાળુઓ ઉપર ભૂતકાળમાં પણ હમલાઓ થઈ ચુકયા છે પરંતુ આ વખતે અંધારામાં રહીને હમલો કરનારા નાલાયક આતંકીઓએ મહિલાઓ ઉપર હમલો કર્યો છે. મૃત્યુ પામેલા હતભાગીઓ આપણા દેશવાસીઓ જ હતાં પરંતુ તેઓ ગુજરાતના હોવાથી આપણી લાગણીને થોડી વધુ ઠેસ પહોંચી છે. આ આતંકી હમલાનો ઘટનાક્રમ એવો હતો કે ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે.

લગભગ 100 વખત કાશ્મીર અને પચ્ચીસેક વખત અમરનાથ યાત્રા કરી ચુકેલા રાજકોટના પરસોતમ પીપળીયા પણ એવું માને છે કે કોઈક તબકકે પ્રશાસનની નિષ્કાળજી જોવા મળી છે એટલું જ નહીં બસના ડ્રાઈવરે પણ ગુનાહિત બેદરકારી દાખવી છે. ભલે સલીમ નામના ડ્રાઈવરે ઘણા બધા લોકોના જીવ બચાવ્યા છે પરંતુ પાછલો અનુભવ હોવા છતાં અને અંધા થઈ ગયું હોવા છતાં બસ શા માટે આગળ વધારી તે ખબર પડતી નથી. આમ પણ ગુજરાતીઓની ખાસીયત હોય છે કે ફરવા ગયા હોય ત્યાં જંગલને પણ મંગલ બનાવી દે. આ કિસ્સામાં અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતી બસ યાત્રિકોએ ડ્રાઈવરને પંપોરમાં બસ રોકવા માટે દબાણ કર્યુ હતું અને ત્યાંથી કેસરની ખરીદી કરી હતી. પંપોરથી નીકળીને આ બસ અવંતીપુર પહોંચી ત્યારે કેટલાક ઉતાઓએ ક્રિકેટના બેટ ખરીદ્યા હતાં. આ બંને ‘ખરીદી’માં થોડું મોડું થયું હતું અને અધુરામાં પુ અનંતનાગ પાસેના બટીંગું પાસે બસ પહોંચી ત્યારે ટાયર પંકચર થયું. આ બધામાં એકથી દોઢ કલાક મોડું થયું તેમાં આતંકવાદીઓને હમલો કરવાની તક મળી ગઈ હતી અને પરિણામ આપણી સામે છે. અમરનાથ યાત્રાળુઓ પર હુમલો એ કાયરતાની નિશાની છે. કયા ધર્મમાં નિ:શસ્ત્ર મહિલાઓ પર આવા હુમલાની પરવાનગી હશે? પ્રજામાં આ બાબતે આક્રોશ જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી આવી ઘટના બનશે તેવા નિર્દેશ મળી રહ્યા હતા, પરંતુ જે રીતે ઘટના બની છે તેમાં કોઈ જ બહાદૂરી નથી,

પરંતુ તેનો બદલો અવશ્ય લેવાશે. જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસ-પર્યટન ઉદ્યોગ સાવ ખાડે ગયો છે. ગરીબ અને મધ્યમ વર્ગના કાશ્મીરીઓને ભૂખે મરવાના દિવસો આવી ગયા છે. છેલ્લા એક વર્ષમાં વિદેશી પ્રવાસીઓ ધરખમ ઘટી ગયા છે. અનિશ્ર્ચિત વાતાવરણમાં કોણ આવે અને જોખમ શા માટે ઉઠાવે? આ તમામ નુકસાન સ્થાનિક કાશ્મીરી પ્રજાને છે, પરંતુ તેઓ હિંમત દશર્વિી શકતા નથી. બાકી જો 5-15 ત્રાસવાદીને પકડાવી દયે તો સઘળું નિયંત્રણમાં આવી જાય તેવું છે. જમ્મુ-કાશ્મીરમાં અબ્દુલાઓ અને હુર્રિયત સ્પષ્ટ રીતે પાકિસ્તાનની સાથે છે જ્યારે કાશ્મીરના હાલના મુખ્યમંત્રી અને ભાજપ તેમનાથી વિરુદ્ધની દિશામાં જઈ રહ્યા છે. આ બન્ને વચ્ચે કોઈ દિવસ મેળ બેસવાનો નથી એટલે કાશ્મીર સળગતું જ રહે છે. એકતા વગર કોઈ જ સમાધાન શક્ય નથી. બાકી જો આક્રમક બનીને ત્રાટકવામાં આવે તો ત્યાં કોઈ ઊભું રહેવાનું નથી. અમરનાથ યાત્રાએ જવાનો જુસ્સો અને ઉત્સાહ જરાપણ ઓછો થવાનો નથી, કારણ કે આવી ઘટના એ પલાયનવાદી મનોવૃત્તિ દશર્વિે છે. ત્રાસવાદીઓની સંખ્યા 1 હજારથી વધારે નથી અને તેમને ગોળીએ ઉડાવી દેવા સિવાયનો કોઈ જ વિકલ્પ ભારત પાસે નથી. ઘરઆંગણે આવી બાબતનો વિરોધ કરનારા ઘરના ઘાતકીઓ ટોળાબંધ છે તેમને જ્યાં જવું હોય ત્યાં જાય ભલે સર્વોચ્ચ અદાલતનો દરવાજો ખટખટાવે – જરાપણ ડરવાની જરૂર નથી.

માનવ અધિકારના નામની મરણપોક મૂકનારા જીપમાં આગળ બેસાડવા બદલ રૂ. 10 લાખનો દંડ કરે છે તેવે વખતે આવા કાળમુખાઓ પાંચ નિર્દોષ નિ:શસ્ત્ર મહિલાની હત્યા કરનારાઓને સજા કરવાની કોઈ ત્રેવડ ધરાવે છે ખરા? વિશ્ર્વમાં ક્યાંય સુરક્ષાના મામલે સલામતી દળોને જવાબદાર ઠરાવાતા નથી માત્ર ભારતમાં જ આવી બધી પિંજણ કેટલાક લોકો દ્વારા થાય છે જેમની સમાજમાં કોઈ જ આબરૂ કે પ્રતિષ્ઠા નથી. આપણે ત્યાં આ પ્રકારની આતંકવાદી ઘટના બને એટલે પછી રાજકારણીઓની નિવેદનબાજીથી માંડીને સરકારને ગાળો આપવા સુધીના કાર્યક્રમ પૂરજોશમાં ચાલુ થઈ જતા હોય છે. અત્યારે પણ એ કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. સરકારમાં બેઠેલા લોકો સાવ ચીલાચાલુ ઢબનાં નિવેદનો આપીને આતંકવાદ સામે લડવાના નામે થૂંક ઉડાડવા લાગ્યા છે તે સરકારના વિરોધીઓ આ સરકારમાં પાણી જ નથી ને તેના પાપે બધાના જીવ ગયા તેવા આક્ષેપો કરીને સરકારની મેથી મારવા મચી પડ્યા છે. આ સમય બ્લેમ ગેઈમનો નથી ને કોઈને દોષ દેવાથી કંઈ ફાયદો પણ નથી. આ મામલો આતંકવાદનો છે ને આતંકવાદ સામે આખા દેશે એક થઈને ઊભા રહેવું જરૂરી છે. મહેબૂબાએ ફલાણું કરવું જોઈતું હતું ને મોદીએ ઢીકણું કરવું જોઈતું હતું તેવી વાતો કરવાનો આ સમય નથી તેથી એ બધી વાતોને બાજુ પર મૂકવી જોઈએ. સામે કેન્દ્ર અને જમ્મુ તથા કાશ્મીરની સરકાર બંનેએ પણ બધી વાતોથી ઉપર ઊઠીને આતંકવાદને કઈ રીતે નાથવો તે અંગે વધારે ગંભીરતાથી વિચારવું જોઈએ. આતંકવાદી ઘટના બને પછી સરકારી ઢબે અપાતાં નિવેદનોથી આગળ વધીને હવે વિચારવું જરૂરી બની ગયું છે ને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામે લડવા માટે નવી વ્યૂહરચના અપ્નાવવી પણ જરૂરી બની ગઈ છે. કાશ્મીર ખીણમાં છેલ્લા એક વરસથી હોળી સળગેલી છે ને આ હોળીને ઠારવા મહેબૂબા મુફતીની સરકારે તેની રીતે બનતા બધા પ્રયત્ન કરી જોયા પણ મેળ પડતો નથી. ઊલટાનું દિવસે દિવસે એવી ઘટનાઓ બન્યા કરે છે કે જેના કારણે એવું લાગ્યા કરે કે આવું ચાલ્યા કરશે તો કાશ્મીર સાવ જ આપણા હાથથી જશે ને આપણે દિલ્હીમાં બેસીને મંજીરા વગાડવા સિવાય કંઈ નહીં કરી શકીએ.

print

Comments

comments

VOTING POLL