કણાર્ટકના શંકર
કણાર્ટકમાં સૌથી મોટા પક્ષ ભાજપને બાજુએ રાખીને જેને સરકાર રચવાની તક મળી છે તે જનતાદળ-એસ અને કાેંગ્રેસની સરકાર કેટલી ટકાઉ છે તે કહી શકાય તેમ નથી કારણ કે, આ ગઠબંધન સરકારના મુખ્યમંત્રી કે. કુમારસ્વામીના શબ્દોમાંથી જે રીતે વેદના વ્યક્ત થઇ રહી છે તે ઘણા બધા સંકેતો આપી જાય છે.
કણાર્ટકમાં ભાજપને સત્તાથી દૂર રાખવા ભેગા થયેલા જેડીએસ અને કાેંગ્રેસ એમ બન્ને પક્ષ વચ્ચે શરુઆતથી જ મતભેદો રહ્યા છે. પ્રધાનમંડળ રચવાથી માંડીને ખાતાઆેની વહેંચણી કરવામાં એટલે જ વિલંબ થતો રહ્યાે. સત્તા મળતી હતી અને ભાજપને સત્તાથી દૂર રાખવાના હેતુથી જેડી (એસ) કાેંગ્રેસ સાથે ભાગીદારી કરવા તૈયાર થયો, પણ આખરે સંખ્યાબળ વધારે હોવાના કારણે કાેંગ્રેસ મોટાભાઈની ભૂમિકામાં રહે એ સ્વાભાવિક છે. બન્ને પક્ષ પરસ્પર વિશ્વાસ સાથે એકબીજામાં ભળી જાય એ તેમના હિતમાં હતું, પણ એવું હજુ સુધી જોવા નથી મળતું.
કુમારસ્વામી શરુઆતથી કહેતા આવ્યા છે કે, આ જોડાણ એક કપરી કસોટી સમાન છે. આજની તારીખમાં પણ તેમના જાહેરમાં એ જ શબ્દો છે. પક્ષ દ્વારા યોજાયેલા સન્માન સમારોહમાં એ રીતસર રડી પડéા અને કાર્યકરોને સંબોધતાં કહ્યું કે, મુખ્ય પ્રધાન બન્યા પછી પણ હું હેપ્પી નથી. ભગવાન શંકરની માફક ગળામાં ઝેર સાચવીને વહીવટ કરું છું.
મુખ્ય પ્રધાનપદ સંભાળ્યા પછી, પોર્ટફોલિયોની વહેંચણીથી માંડીને બજેટ રજૂ કર્યા સુધીની તેમની સત્તાયાત્રા જરુર કષ્ટદાયક રહી હશે. એમની યોજનાઆે સામે કાેંગ્રેસના નેતાઆે જ અવાજ બુલંદ કરે છે, વિપક્ષ તરીકે ભાજપે કંઈ કરવાની જરુર ન હોય તેવું લાગતું હશે, કુમારસ્વામીને. તેમણે ખેડૂતોની કૃષિ લોન માફીની જાહેરાત કરી તે સાથે કાેંગ્રેસી નેતાઆેએ લઘુમતી સમુદાય અને રાજ્યના ઉત્તરીય વિસ્તાર માટે કલ્યાણ યોજનાઆે જાહેર કરવાની માગણી કરી. કુમારસ્વામી કાેંગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કાેંગ્રેસ-જેડી (એસ) કોઆેડિર્નેશન કમિટીના અધ્યક્ષ સિધ્ધરામેયાના હાથનું રમકડું બની ગયા હોય તેવું લાગે છે.આવી સ્થિતિમાં કાેંગ્રેસ અને જેડીએસનો સંઘ દ્વારકા પહાેંચશે કે કેમ તે અંગે અત્યારથી શંકા પ્રવર્તવા લાગી છે.