કણાર્ટકમાં હવે શું થશેં રસપ્રદ રાજકીય ગણિત

May 16, 2018 at 11:52 am


કણાર્ટક વિધાનસભા ચૂંટણીના અંતિમ પરિણામ જેમ-જેમ આવી રહ્યાં છે ત્રિશંકુ વિધાનસભાની તસવીર સ્પષ્ટ થતી દેખાઇ રહી છે. અત્યારના રુઝાનો અને સીટો પર જીતની દ્રિષ્ટથી જેડીએસ કિંગમેકર અને કિંગ બંને બનવાની ભૂમિકામાં દેખાઇ રહી છે. કાેંગ્રેસે પોતાની હાર સ્વીકારતા જેડીએસને સમર્થન આપવાની જાહેરાત પણ કરી દીધી છે અને કુમારસ્વામીએ તાબડતોડ રાજયપાલને પત્ર લખી આજે સાંજે મળવાનો સમય પણ માંગી લીધો છે. એવામાં હવે રાજ્યપાલના વિવેક પર જ બધું જ નિર્ભર કરે છે. આવો અમે તમને જણાવી પ્રસિÙ એસઆર બોમ્મઇ કેન્દ્ર સરકારના કેસના આલોકમાં કે રાજયપાલ પોતાના વિવેકના આધાર પર શું-શું નિર્ણય લઇ શકે છે.
કણાર્ટકના જ પૂર્વ મુખ્યમંત્રી એસઆર બોમ્મઇ કેન્દ્ર સરકારનો એક અગત્યનો કેસ કણાર્ટકના સંદર્ભમાં એક નજીર બની શકે છે. બોમ્મઇ કેસમાં કોર્ટ આદેશ આપી ચૂકી છે કે બહુમતીનો નિર્ણય રાજનિવાસમાં નહી પરંતુ વિધાનસભાના પટલ પર થશે. સામાન્ય રીતે રાજ્યપાલ આ નિર્દેશનું પાલન કરતાં સૌથી મોટા પક્ષને સરકાર બનાવાનું આમંત્રણ આપતા આવ્યા છે. જો આવું જ થયું તો ભાજપને સરકાર બનાવાનું નિમંત્રણ મળશે કારણ કે અત્યાર સુધીના રુઝાનોના મતે ભાજપ 104, કાેંગ્રેસ 78, જેડીએસ પ્લસ 38 અને અન્ય 2 સીટો મેળવતી દેખાય રહી છે. એવામાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે.

સિદ્ધારમૈયા રાજીનામું આપી ચૂકયા છે અને કાેંગ્રેસે જેડીએસને સમર્થન આપતા સીએમ પદની આેફર આપી દીધી છે. જેડીએસના કુમારસ્વામીએ આ આૅફરને સ્વીકારતા રાજ્યપાલ પાસેથી મળવાનો સમય પણ માંગી લીધો છે. એવામાં રાજયપાલ ઇચ્છે તો ચૂંટણી બાદ બનતા નવા ગઠબંધનને સરકાર બનાવાનો મોકો આપી શકે છે. તાજેતરમાં ગોવા, મેઘાલય, અને મણિપુર વિધાનસભા ચૂંટણીમાં આવું જ થઇ ચૂકયું છે. જ્યારે સૌથી મોટી પાર્ટી હોવા છતાંય કાેંગ્રેસની જગ્યાએ ચૂંટણી બાદ ગઠબંધનને સરકાર બનાવાનું નિમંત્રણ મળ્યું હતું.
હવે કણાર્ટકની ડાઇ કોના પલ્લામાં જશે તેનો નિર્ણય રાજ્યપાલે કરવાનો છે. જો રાજ્યપાલ યેદિયુરપ્પાને સરકાર બનાવા માટે બોલાવે છે તો ભાજપને વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવી પડશે. અત્યારની તસવીરને જોતા તકનીકી પર બહુમતી વગર જેડીએસ સાબિત થઇ શકશે નહી. એવામાં ધારાસભ્યોની ખરીદ-વેચાણની આશંકાને પણ નજરઅંદાજ કરી શકાય નહી. એટલે કે હવે તમામની નજર કણાર્ટકના રાજ્યપાલ વજુભાઇ વાળાના નિર્ણય પર ટકેલી છે.

print

Comments

comments

VOTING POLL