કપિલ શર્મા પણ હોલિવૂડમાં જશે?

December 1, 2017 at 2:14 pm


પોતાના સાથી કલાકાર સુનીલ ગ્રોવર સાથે લડાઇ–ઝઘડો થયા પછી વિવાદમાં સપડાયેલો કપિલ શર્મા તેમાંથી બહાર જ નહોતો આવતો. તેની સાથે કંઇક ને કંઇક વિવાદો જોડાયા કરતા હતા. તેનાથી તે બહત્પ પરેશાન થઇ ગયો હતો. બેંગલોરમાં તે ૧૫ દિવસ રીહેબિલિટેશન સેન્ટરમાં પણ રહ્યા પછી તેની ફિલ્મ ‘ફિરંગી’ના પ્રમોશન માટે પાછો આવ્યો છે. ‘ફિરંગી’ ફિલ્મના ડિરેકટર રાજીવ ઢીંગરાએ એક રાઝની વાત એ કહી છે કે કપિલના દિવસો હવે વધુ સારા આવવાના છે, કેમ કે કપિલને હાલીવૂડની ઓફર મળી છે અને બસ તે હવે પેપર સાઇન કરે તેટલી વાર છે. દેસી ગર્લ પ્રિયંકા ચોપરા, દીપિકા પદુકોણ અને સોનમ કપૂરની જેમ કામેડી કિંગ કપિલ શર્મા પણ હાલીવૂડના સપનાં જોઇ રહ્યો છે. હાલીવૂડની એક સિરિઝમાં કપિલ કામ કરશે, જેની સાથે ભારતીય સ્ટાર અને હાલીવૂડ સ્ટાર બંને હશે. જોકે, કપિલ હજુ વિચારી રહ્યો છે તે હાલીવૂડમાં જઇને પ્રોજેકટ જોશે કેવો છે પછી સાઇન કરશે.

print

Comments

comments

VOTING POLL