કપીલ શર્માએ કર્યેા ખુલ્લેઆમ કર્યેા પ્રેમનો એકરાર: તસવીરો શેર કરી

March 18, 2017 at 12:15 pm


પોતાના શોમાં હંમેશા જુદી જુદી હિરોઇન સાથે ફલર્ટ કરતા નજરે પડતા કોમેડીયન કપીલ શર્માએ પોતાના પ્રેમનો ખુલ્લેઆમ એકરાર કર્યેા છે અને ટવીટર ઉપર એક યુવતીની તસવીર પણ શેર કરી છે. કપીલ શર્માએ આ તસવીર સાથે લખ્યું છે કે ‘હું તેને મારી અર્ધાાતો નહીં કવ પરંતુ તે મને સંપુર્ણ બનાવે છે… લવ યુ ગીન્ની.. હું આ યુવતીને ઘણો પ્રેમ કરુ છું’.

બીજા એક ટવીટમાં કપીલ શર્માએ ગીન્નીની તસવીર સાથે દિપીકા પદુકણને ટેગ કયુ છે અને લખ્યું છે કે ‘ દીપુ, હવે હું તને મીસ નહીં કરૂું… લવ ઓલવેઝ’.

કપીલે જે તસવીર શેર કરી છે તે યુવતી બીજી કોઈ નહીં પરંતુ તેની જુની ગર્લફ્રેન્ડ ગીન્ની છે. કપીલ શર્મા ૨૦૧૪માં ગીન્ની સાથે લગ્ન કરવાનો હતો. જલંધરમાં રહેતી ગીન્નીનું મુળ નામ ભવનીત ચત્રાર્થ છે અને તે કપીલની સાથે ‘હંસબલીયે’માં નજરે પડી હતી.

આ પછી કપીલ શર્મા અબ્બાસ મસ્તાની ફિલ્મ ‘કીસ કીસ કો પ્યાર કરૂ’માં વ્યસ્ત થઈ ગયો હતો અને તેના લની વાતો અફવા બનીને રહી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કપીલ શર્માનું નામ તેના પ્રોડકશન હાઉસની ક્રિએટીવ ડાયરેકટર પ્રિતિ સીમોન્સ સાથે પણ બોલાતું હતું પરંતુ હવે આ તસવીરો જોઈને એવું લાગે છે કે, કપીલ શર્માનો જુનો પ્રેમ તેના જીવનમાં પાછો આવી ગયો છે.

print

Comments

comments

VOTING POLL